*બનાસકાંઠા.... કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે ગુરુ વંદના ઉત્સવ યોજાશે....*
આજ રોજ ઉંબરી મુકામે પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ રથયાત્રા પાતાળેશ્વર મહાદેવના મંદિરે ઉતરી હતી.અને ગુરુ મહારાજનું પ્રવચન યોજાયું હતું.જેમાં સમસ્ત ઉંબરી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાંકરેજ તાલુકાના ઉંબરી ગુરુ વંદના ઉત્સવ અને ગુરુ વંદના જાહેરસભા સાથે દીક્ષા સ્વીકારના 25 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામમાં ત્રિદિવસીય ગુરુ વંદના ઉત્સવ ની તારિખ 26/4/2023 દરમિયાન આન બાન શાનથી ઊજવણી કરવામાં આવશે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વિશ્વમાં પ્રથમ વખત 2500 દીકરીઓ દ્વારા સામૈયાં કરવામાં આવશે
હવે બનાસકાંઠા ને સંસ્કારકાંઠા બનાવવા માટે ગામડે ગામડે ફરી ને વ્યસન મુક્તિ માટે સભાઓ યોજી ને લોકોમાં જાગૃતી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લામાં 34 પ્રાથમિક શાળાઓમાં સંસ્કાર શાળાઓ શરૂ કરી છે અને માધ્યમિક શાળાઓમાં 26 સંસ્કાર શાળાઓ શરૂ કરી ને એક દાખલો બેસાડ્યો છે અને હવે *સંસ્કારકાંઠા માર્ગદર્શક આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરીજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ* સાહેબ ના દિક્ષા સ્વીકારના 25 વર્ષ ના ગુરુ વંદના ઉત્સવ માં બનાસકાંઠા જિલ્લાને સંસ્કારકાંઠા બનાવવા માટે અને વ્યસન મુક્તિ કાર્યક્રમ સંબોધન આપણા લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી દ્વારા ગુરુવંદના પ્રસ્તુતિ કરશે.
કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં દરેક સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે અને ગુરુ મહારાજ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
*અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા*