સમય ગ્રુપ દ્વારા સતત ચાલતો અનોખો માનવ સેવાયજ્ઞ
*અખાત્રીજના પાવન દિવસે દર્દીનારાયણને સફરજન અને ચીકુ અપાયા*
*પરમહંશો અને નિરાધાર અપંગ અંધ લોકોને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો.*
*જરૂરિયાતમંદ વૃદ્ધ પરિવારને શોધી ઘરે ઘરે જઈને કેરીનો રસ અને સફરજન અને ચીકુ પણ આપવામાં આવ્યા*
પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા
માનવસેવા એજ પ્રભુસેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેક વિવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યાં છે. આ સેવાયજ્ઞ પ્રવૃત્તિના ભાગરૂપે પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ તથા રૂપાળીબા લેડી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પૌષ્ટિક આહાર, સફરજન અને ચીકુ વગેરે ફ્રુટ આપવામાં આવ્યા હતા તથા પરમહંસો અને નિરાધાર, અંધ, અપંગ વગેરે જ્યાં બેઠા હોય ત્યાં તેને કેરીનો રસ પણ પીવડાવવામાં આવ્યો. અને જરૂરિયાત વૃદ્ધ પરિવારને વૃદ્ધોને ઘરે ઘરે જઈને કેરીનો રસ આપવામાં આવ્યો અને ચીકુ અને સફરજન પણ દેવામાં આવ્યા
દર્દીઓને મદદરૂપ બનવાના ઉમદા હેતુથી ભાવસિંહજી સરકારી અને લેડી સરકારી હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને પૌષ્ટિક આહારનું વિતરણ કરી માનવ સેવાની જ્યોત જલાવી હતી.
આમ, સમય ગ્રુપ પોરબંદરના યુવાનોની સેવાભાવી ટીમ દરેક જીવમાત્રની ચિંતા કરી આવા અનેક સેવાના કાર્યો સતત કરતી આવે છે, ત્યારે આ કામગીરીને શહેરીજનો એ પણ બિરદાવી હતી અને તમામ દર્દીઓએ અને વૃદ્ધ લોકોએ યુવાનોને અંતરથી આશિર્વાદ આપ્યા હતા.