સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા પેટ્રોલીંગમાં હતી તે સમયે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી સતિષ ઉર્ફે મુનકો ચંદુભાઈ ઢોળીયા પટેલ ઉ.વ.40 રહે વાંદરવેલા દાદરી ફળિયું તા.વાંસદા જી.નવસારી જે મહુવા તાલુકના વહેવલ ઝાડીમાં ઘોડીસ્થળ પાસે ઉભો હોવાની બાતમી મળતા બાતમીના આધારે જિલ્લા એલસીબી શાખાના એ.એસ.આઈ.ભમરસિંહ સારંગજી તથા અરવિંદભાઈ બુધિયાભાઈ બાતમી વાળા સ્થળ પર જઈ હકીકત જણાતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવ્યો હતો.