રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો:7 લોકોમાંથી 2ના મોત, 5 લોકો અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ..
દાંતા તાલુકામાં મોટાભાગનું માર્ગ ઢળાંગ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક દાંતા તાલુકામાં અકસ્માત સર્જાયો છે. દાંતા તાલુકામાં આવેલો હડાદ માર્ગ પર રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં સવાર સાત લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે. બીજા ગંભીર ઈજા ગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અંબાજીથી ખેડબ્રહ્મા જતા હાઇવે માર્ગ પર હડાદ પોલીસ સ્ટેશન નજીક રિક્ષાને અકસ્માત નડ્યો છે. ત્યારે રિક્ષા અંબાજી તરફથી ખેડબ્રહ્મા જતા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી થઈ જતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સાત લોકો સવાર હતા. ત્યારે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો બીજા ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગંભીર ઈજા ગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા વખતે વધુ એક ઇજાગ્રસ્તનું મોત થયું હતું. તો બીજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. હડાદ પોલીસ સ્ટેશન નજીક રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો છે. તો રિક્ષામા સાત લોકો સવાર હતા, ત્યારે અકસ્માત સર્જાતા કુલ સાતમાંથી બે લોકોના મૃત્યુ થયા છે.