અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર, વણોટ, ચીખલી ગામોમાં પોતાની તલાટી કમ મંત્રી ની નોકરી દરમ્યાન સ્વભંડોળના બેંક એકાઉન્ટમાંથી સરાકરી નાણાની ઉચાપત કરનાર તલાટી કમ મંત્રી મઢડા વાળા સરફરાઝ દલ ને ઝડપી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં વિશ્વાસઘાત સબંધી સરકારી નાણાની ઉચાપત ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા

અમરેલી જીલ્લામા વિશ્વાસઘાત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવા

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ નાઓની સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમે

હ્યુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે ભમ્મર,વણોટ,ચીખલી ગામના સ્વભંડોળના બેંક એકાઉન્ટમાંથી સરાકારી નાણાની ઉચાપત કરનાર આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડવામાં સફળતા મળેલ છે.

ગુનાની વિગત-

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૭૧૨૩૮૨૦૨૩ આઇ.પી.સી કલમ ૪૦૯ મુજબનો ગુન્હો ગઇ તા.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ છે.

આ કામની હકીકત એવી છે કે આ કામના આરોપી રાજ્યસેવક તલાટી કમ મંત્રી એ તા.૧૧/૦૯/૨૦૨૦ થી તા.૨૧/૦૩/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન

સાવરકુંડલા તાલુકાના ભમ્મર,વણોટ,ચીખલી ગામમા પોતાની તલાટી કમ મંત્રીની ફરજ દરમ્યાન ગામના સ્વભંડોળના બેંક એકાઉન્ટમાંથી તેમજ સરકાર દ્વારા ૧૫ મા નાણાપંચ અનુસંધાને ફાળવવામાં આવતી ગ્રાન્ટ સબબ

ગ્રામ પંચાયતના બેંક ખાતામાંથી અને ગ્રામ્યજળ અને સ્વછતા સમિતિના બેંક ખાતામાંથી અલગ અલગ સમયે ભમ્મર ગામની ગ્રામપંચાયતના ૧૫,૦૩,૦૦૦/- તથા વણોટ ગામની ગ્રામપંચાયતના રૂ.૧૦,૦૦૦૦૦/-અને ચીખલી ગામની ગ્રામ પંચાયતના રૂ.૧૩,૫૫,૦૦૦/-મળી

 કુલ ૩૮,૫૮,૦૦૦/- ની સરકારી નાણાની ગેરરીતી આચરી પોતાના અંગત સ્વાર્થ સબબ ઉચાપત કરી ગુન્હાહીત વિશ્વસઘાત કરી ગુન્હા કર્યા હોય.

પકડાયેલ આરોપી

સરફરાજભાઈ અબ્દુલભાઇ દલ ઉ.વ.૨૯, ધંધો. નોકરી,રહે.મઢડા, તા.સાવરકુંડલા, જી. અમરેલી,

આ કામગીરી ઇચા પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલ નાઓની સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના HC યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા ભરતભાઇ છનાભાઇ તથા મહમદહુસેન રહીમભાઇ તથા PC જયપાલસિંહ લખુભા ગોહિલ તથા ભાવેશભાઇ મનુભાઇ તથા કુલદીપસિંહ રઘુવીરસિંહ તથા પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.