સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હામપર ગામે તૃતીય પાટોત્સવ જ્ઞાનયજ્ઞમાં યોજાયેલી કથામાં રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી કથા પ્રવચન કર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા ધામના મહંત મહામંડલેશ્વર 1008 કનીરામ બાપુ તથા દુધઈના મહંત રામબાલકાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે ધ્રાંગધ્રાના હામપર ગામે કથાના છેલ્લા દિવસે રબારી આલ પરિવાર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. જેમાં રબારી આલ પરિવારની 80 જેટલી દિકરીઓ તથા તેઓના પરિવારજનોને દ્વારા લગ્નના દહેજમા પૈસાની લેવડ-દેવડ નહીં કરવા અંગે શપથ લીધા હતા. જેમાં રબારી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે આ કાર્ય થકી શરૂઆત કરવામાં આવી હતી. વધુમાં સમાજની અન્ય દીકરીઓને પણ લગ્નના દહેજમાં લેવડદેવડની પ્રથા બંધ થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.