એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ટક્કર: ધાનેરાના સામરવાડા પાસે અકસ્માત સર્જાતા બે લોકો ઘાયલ, હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે પાલનપુર આબુરોડ હાઇવે ઉપર એક સુકા ઘાસચારા ભરેલુ આઇસર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો જેના કારણે નેશનલ હાઇવે ઉપર પાંચથી સાત કિલોમીટરની વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે ધાનેરાના સમરવાડા ગામ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો તત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે ડીસા ધાનેરા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
 
  
  
  
   
  