અમીરગઢ ચેક પોસ્ટ પરથી પોલીસે રાજસ્થાન તરફથી આવતી પેસેન્જર ભરેલી ગાડીમાંથી દારૂ સાથે એક યુવક અને બે મહિલાઓને ઝડપી પાડી છે..
અમીરગઢ પોલીસ માવલ ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનો નું રૂટિંગ ચેકીંગ કરી રહી હતી. તે સમય દરમિયાન એક પેસેન્જર ગાડીમાં બે મહિલા અને એક ઈસમ શંકાસ્પદ લાગત તેમને ત્રણેયના બેગ ચેક કરતા દારુ ની બોટલો મળી આવી હતી, જેથી પોલીસ તેમની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લા ની અમીરગઢ માવલ બોર્ડર ઉપર રાજસ્થાન તરફ થી આવતા વાહનો નું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..
રાજસ્થાન થી ગુજરાત માં જવા માટે મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા અમીરગઢ આવલ ચેક પોસ્ટ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે હેરાફેરી કરવા માટેનું મુખ્ય દ્વાર બની રહે છે..
આ રસ્તાએ થી ગેરકાનુની પ્રવૃતિ થતી રહેતા અમીરગઢ પોલીસે પણ કમર કસી છે, રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવતા એક પેસેન્જર ગાડીમાં અમીરગઢ પોલીસ તપાસ કરી રહી હતી..
તે સમય દરમિયાન એક પુરુષ અને બે મહિલા ઉપર શંકા જતા પેસેન્જર ગાડીમાંથી ત્રણેય લોકોને બહાર નીકળી તેમના બેગ તપાસ કરતા જેમાંથી દારૂ મળી આવ્યો હતો..
જેથી અમીરગઢ પોલીસે તેમની ત્રણેયની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનને લઈ જઈ તપાસ કરતા કુલ 28,155 રૂપિયાનો દારૂ આબુરોડ થી લઈ મહેસાણા લઈ જતા હોવાનું સામે આવ્યુ હતું..
પોલીસે ત્રણેય સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..
પકડાયેલ આરોપીઓ..
1. રાજુભાઈ ભવાનભાઈ પરમાર, હેડુવા મહેસાણા
2. શીતલબેન ઉમેશભાઈ માજીરાણા, નાગલપુર
3. ખુશીબેન હર્ષદભાઈ રાવળ, લાખવડ મહેસાણા