કાંકરેજ તાલુકાના આકોલી હાઇસ્કુલ માં જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો..... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે લોકોના પ્રશ્નો ને વાચા આપવા માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હવે તારીખ ૧૮/૪/૨૦૨૩ ના રોજ કાંકરેજ તાલુકાના આકોલી હાઇસ્કુલ માં જીલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા આઇપીએસ ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો જેમાં એ. એસ.પી શ્રી સુબોધ માનકર. દિયોદર ડી વાય એસ પી શ્રી. ડી. ટી. ગોહીલ.એસ.ડી.ધોબી પીએસઆઈ એલસીબી. પી.બી. મેઘલાતર પીએસઆઈ શ્રી સાઇબર ક્રાઇમ. એલ.બી. દત્તા. રીડર પીએસઆઈ.બી. એલ રાયજાદા પીએસઆઈ શિહોરી.પી.એન. જાડેજા થરા પીએસઆઈ સહિત અનેક આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા જેમાં સરપંચ શ્રી પ્રહલાદસિંહ વાઘેલા.પુર્વ સરપંચ ગાંડાજી . ડેપ્યુટી સરપંચ બાબરભાઈ પટેલ. પુર્વ સરપંચ રામજીભાઈ દેસાઈ. પુર્વ સરપંચ વીજુભા વાઘેલા સહિત સામાજીક આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગામની બહેન દીકરીઓ દ્વારા કુમ કુમ્ તિલક કરી ને આવકાર્યા હતા ત્યારે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગામમાં ધાર્મિક સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવા માટે સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા ને કહ્યું હતું જેમાં સ્થાનિક લોકો દ્વારા ગામમાં પાણી નો બોર ફેલ થઇ જતાં પીવાના પાણીના બોર ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી જેમાં ગામમાં જૈન દેરાસર અને શિવ મંદીર તેમજ અંબાજી મંદિર તેમજ શ્રી રાધા કૃષ્ણ ભગવાન ના ધાર્મિક સ્થળોએ સીસીટીવી કેમેરા અને પોલીસ પોઇન્ટ આપવા માટે ગામના પત્રકાર હેમુભા વાઘેલા એ જીલ્લા પોલીસ વડા શ્રી ને મૌખિક રજૂઆતો કરી હતી અને તરતજ નોંધ લેવામાં આવી હતી અને હવે જે લોકો વ્યેજખોરી નો ભોગ બનેલા હતા જેમાં કડક પગલાં ભરી ને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને કોઈને ઓછા વ્યાજે લોન માટે કાળજી રાખીને જીલ્લા પોલીસ વડા શ્રી એ ધંધા રોજગાર માટે ભાર મૂકીને સ્થાનિક પોલીસ મથકે પીએસઆઈ શ્રી નો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું અને પશુપાલન ક્ષેત્રે વધુ વેગ મળે અને વિદ્યાર્થીઓ ભણી ગણીને નોકરી ધંધો વેપાર કરી શકો છો એટલે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા લોક દરબાર ને ખુબજ સરસ રીતે મહત્વનો પ્રતિસાદ સાંપડયો છે ત્યારે લોકો ને ઝડપી ન્યાય મળે અને આકોલી માં સુખ અને સમૃદ્ધિ વધે અને ગામની એક્તા કાયમ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા