સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.