ગ્રામ પંચાયત કાછલ અને સરકારી વિનયન અને વાણિજ્ય વિજ્ઞાન કોલેજ કાછલ આ બંને સંસ્થાઓએ પરસ્પર સહકાર સહયોગ અને એકબીજાના સંશાધનોનો અસરકારક ઉપયોગ કરીને ગ્રામ વિકાસ અંગેનો નાણાંકીય વર્ષ 2023-24 માટે MOU કરીને ગ્રામ પંચાયત કાછલના સરપંચશ્રી કલ્પનાબેન ચૌધરી તેમજ કોલેજના આચાર્ય ડો.હેતલ ટંડેલ આ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરીને ગ્રામ વિકાસને એક નવી આશા આપવાની પહેલ કરી હતી એક વર્ષ સુધી કાછલ ગામમાં જળસંચય માટે વિવિધ પ્રવૃત્તિઓ કરશે અને તેના જાળવણી માટેના પ્રયત્નો કરશે તેમજ ગ્રીન એન્ડ ક્લીન થીમ ઉપર ગામને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે અને સ્વચ્છતા અંગેના વિવિધ કામો હાથ ધરવામાં આવશે આ ઉપરાંત ગામના શિક્ષિત આગેવાનો તેમજ કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો માટે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે ગ્રામ પંચાયત કાછલ સંચાલિત જાહેર પુસ્તકાલયને આધુનિક બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમજ કોલેજમાં તાલીમબદ્ધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે જેનો ગ્રામજનો લાભ લઈને કૌશલ્ય હાંસલ કરી નિપુર્ણ બની શકે તેમજ ગ્રામ પંચાયત સંચાલિત બિરસા મુંડા ક્રિકેટ મેદાન સુવિધા સભર બને જે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે આ બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે મેડિકલ કેમ્પનું આયોજન કરીને આરોગ્ય માટે સુધારા લક્ષી પગલાંઓ લેવામાં આવશે આમ કુલ આઠ મુદ્દાઓ પર બંને સંસ્થાઓ દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યો છે જેને લઈને બંને સંસ્થાઓ ખૂબ જ ઉત્સાહી છે અને તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ એમ.ઓ.યુ કરવાથી ગ્રામ વિકાસની એક નવી દિશાનો ઉદય થશે અને તેનો સીધો ફાયદો ગ્રામજનોને થશે આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ નરેનભાઈ ચૌધરી કોલેજના ઉપાચાર્ય શ્રી ઉર્વીક બી.પટેલ તેમજ એમ.ઓ.યુ.ઓર્ડીનેટર પ્રા. ગુંજન શાહ અને વિશાખા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Her father feared she might go insane, according to a "Wooden Doll," - Newzdaddy
In a recent interview, Waheeda Rehman discussed some little-known details about her life as well...
પાટણમાં રક્ષાબંધનના પર્વ પહેલા શરૂ થયેલ રાખી મેળા થકી રોજગારી મેળવતી સ્વસહાય જૂથોની બહેનો..
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી.(જી.એલ.પી.સી) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ...
Jawan: Shahrukh Khan, Deepika Padukone और Sunil Grover एक मंच पर जुटे, क्या कुछ कहा? (BBC Hindi)
Jawan: Shahrukh Khan, Deepika Padukone और Sunil Grover एक मंच पर जुटे, क्या कुछ कहा? (BBC Hindi)
કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતમાં મુકાયા
ઘઉં,વરીયાળી અને મકાઈના પાકનો સોથ વળ્યો
કુદરતે જગતના તાતને પડતા ઉપર પાટું માર્યું : ખેડૂતો નિરાશ
સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો જીવ ભયમાં મુકાઈ ગયો હતો અને કરેલી પાક ની...
વડોદરા: શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમ પુર્વક ઉજવવામાં આવ્યો
વડોદરા: શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમ પુર્વક ઉજવવામાં આવ્યો