ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ),વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ,ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ કિવઝ ૨.0 માં ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ માટે બે કરોડ ના ઇનામો ની ગુજરાત સ્ટેમ ક્વીઝ રાખવામાં આવેલ હતી. સ્ટેમ ક્વીઝ (S = સાયન્સ,T =ટેકનોલોજી,E=૧૨ એન્જીનીયરીંગ , M=મેથ્સ).ડો.હોમીભાભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,સુરેન્દ્રનગર અને જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરીની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા ના ૧૦ તાલુકાની માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ ૯ થી ૧૨ ના ૨૪૪૪૧ વિધાર્થીઓ ની રેકર્ડબ્રેક નોધણી સ્ટેમ ક્વીઝ માં કરવામાં આવેલ હતી. સુરેન્દ્રનગર જીલ્લાની ૩૯૦ મા અને ઊ.મા. શાળાઓ માંથી ૩૮0 શાળાઓનું વિધાર્થીઓનું સ્ટેમ ક્વીઝ માં રજીસ્ટ્રેશન થયેલ હતું.સ્ટેમ ક્વીઝ માં ગત વર્ષે સુરેન્દ્રનગર જીલ્લા માંથી ૧૭૨૪૧ વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ હતું.અને આ વર્ષે ૨૪,૪૪૧ વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે. ગત વર્ષ કરતા ૭૨૦૦ વિધાર્થીઓનું વધારે રજીસ્ટ્રેશન થયેલ છે. એટલે કે આ વર્ષે ગત વર્ષ કરતા ૪૦% વધારેસ્ટેમ ક્વીઝ માં રજીસ્ટ્રેશન થયું છે. ત્તાલુકા દીઠ ૧૦ ટોપ ટેન વિદ્યાર્થીઓને સાયન્સ સીટી,અમદાવાદ રાજ્ય કક્ષા એ લઇ જવામાં આવશે.સુરેન્દ્રનગર જીલ્લા ના તાલુકા ટોપ ટેન ૧૦૦ વિધાર્થીઓ જીલ્લા થી રાજ્યકક્ષા એ જશે.સુરેન્દ્રનગર જીલ્લા મથકે શ્રી આર.પી.પી.ગર્લ્સ હાઇસ્કુલ,સુરેન્દ્રનગર,શ્રી એન.ડી.આર.હાઇસ્કુલ,સુરેન્દ્રનગર તથા વઢવાણ તાલુકા ના નીચેના દશ તાલુકા સેન્ટર ખાતે સ્ટેમ ક્વીઝ પોતપોતાના મોબાઇલ થી બપોરે આપેલ હતી. સુરેન્દ્રનગર જીલ્લા મથકે શ્રી આર.પી.પી.ગર્લ્સ હાઇસ્કુલ,શ્રી કિશોરભાઈ એન બારોટ સાહેબ(જીલ્લા શિક્ષણાધિકારી સાહેબ અને શ્રી સ્વાતિબેન ઓઝા (પ્રિન્સીપાલ, શ્રી આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કુલ,સુરેન્દ્રનગર),શ્રી ડો.પિયુષભાઈ મેહતા(જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સુરેન્દ્રનગર,શ્રી ઘનશ્યામભાઈ મેહતા( નિયામક અને જીલ્લા સંયોજક),શ્રી કિશોરભાઈ દાફડા(સ્ટેમ ક્વીઝ તાલુકા કો- ઓર્ડીનેટર) ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાનો સ્ટેમ ક્વીઝ સંપન્ન થયેલ હતો. સુરેન્દ્રનગર આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કુલ સુરેન્દ્રનગર ખાતે તાલુકા ક્વીઝ સ્થળે ૧૨૫ વિધાર્થ્નીઓ,એન.ડી.આર હાઇસ્કુલ ખાતે 104 વિધાર્થીઓ, શ્રી કે.પી.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૪૭ વિધાર્થીનીઓ,સર એ હાઇસ્કુલ,ધ્રાંગધ્રા ખાતે ૪૩ વિધાર્થીઓ,ઉત્તર બુનિયાદી વિદ્યાલય,લીંબડી ખાતે ૨૧ વિધાર્થીઓ,સરકારી હાઇસ્કુલ,પલસા,મુળી ખાતે ૫૦ વિધાર્થીઓ,સરકારી માધ્યમિક હાઇસ્કુલ,તલસાણા તા.લખતર ખાતે ૩૬ વિધાર્થીઓ,શ્રી મોડેલ ડે સ્કુલ,વાટા વચ્છ તા.સાયલા ખાતે ૮૫ વિધાર્થીઓ,શ્રી સરકારી હાઇસ્કુલ વડગામ ,તા.દસાડા ખાતે ૨૦ વિધાર્થીઓ,શ્રી સત્યમ સ્કુલ ,ચોટીલા ખાતે ૨૦ વિધાર્થીઓ,શ્રી જે.ડી.કોઠારી હાઇસ્કુલ,ચુડા ખાતે ૪૫ વિધાર્થીઓ,શ્રી મ્યુનીસીપલ હાઇસ્કુલ,થાનગઢ ખાતે ૪૦ વિધાર્થીઓ એ રુબરુ સ્થળ ઉપર પોતાનો મોબાઇલ લઇ આવી સ્ટેમ ક્વીઝ ઉત્સાહભેર આપેલ હતી. તાલુકા દીઠ ૧૦ ટોપ ટેન ના મળીને કુલ : ૧૦૦ વિધાર્થીઓ રાજ્ય કક્ષા ના સ્ટેમ ક્વીઝ માં ભાગ લેવા સાયન્સ સીટી,અમદાવાદ મોકલવામાં આવશે. કાર્યક્રમ ને સફળ બનાવવવા લોક વિજ્ઞાન કેન્દ્ર,સુરેન્દ્રનગર ના સાયન્સ કોમ્યુનીકેટર વત્સલભાઈ,શ્રી જગદીશભાઈ પારેખ,શ્રી જયશ્રીબેન પરમાર,વૈશાલીબેન પારેખ ની ટીમે અથાક પ્રયત્નો કરેલ હતા.