પાલનપુર પંથકમાં મોટા પાયે થઈ રહેલી ખનિજ ચોરી સામે તંત્રનું અકળ મૌન...

પાલનપુર શહેરમાં વધતા જતા કોમર્શીયલ અને રહેણાંક બાંધકામોમાં વપરાતી રેત,કપચી જેવા ખનિજમાં મોટા પાયે રોયલ્ટીની ચોરી કરાઈ રહી હોવાની રાડ ફરિયાદો ઉઠી રહી છે જેમાં સરકારી તિજાેરીને ચૂનો લગાવવા માટે ખનિજ ચોરો દ્વારા રાત્રિના સમયે ખનીજની હેરાફેરી કરવા માં આવી રહી છે તેમ છતાં ભૂસ્તર તંત્ર દ્વારા ખનિજ ચોરો સામે કોઈ જ પ્રકારના પગલાં લેવામાં ન આવતા ભૂસ્તર તંત્ર સામે શંકાની સોય ઉભી થવા પામી છે. ખનીજનો ભરપૂર ભંડાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે ખનિજ ચોરી થઇ રહી છે ત્યારે કેટલીક વાર ભૂસ્તર તંત્ર પાસ પરમિટ વિના ખનિજ વહન કરતા વાહનો પકડી દંડનીય કાર્યવાહી કરે છે તેમ છતાં ખનિજ ચોરી અટકવાનું બંધ થતું નથી જાેકે ભૂસ્તર તંત્ર દ્વારા છેવાડા ના વિસ્તારોમાંચેકિંગ કરાય છે પરંતુ પાલનપુર પંથકમાં થતી ખનિજ ચોરી સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે પાલનપુર શહેર તેમજ ગ્રામ વિસ્તારોમાં રાત્રિના સમયે ખનિજ ચોરો દ્વારા મોટા વાહનો મારફતે રોયલ્ટી પાસ પરમીટ વિના બાંધકામોમાં વપરાતી સાદી રેત અને કપચીની હેરાફેરી કરી સરકારી તિજાેરી ને ભારે નુકશાન પહોચાડી રહ્યા છે જેમાં પાલનપુર માં હાઇવે વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બાંધકામો ચાલી રહ્યા છે ત્યાં વાપરવામાં આવતી રેત તેમજ કપચી રાતો રાત ઉતારીને રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ભૂસ્તર તંત્ર પોતાની કુંભકર્ણ નિદ્રા છોડીને પાલનપુરમાં લાખોની રોયલ્ટીની ચોરી કરતા ખનિજ ચોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.