વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ...

રાજપીપલા : જુનેદ ખત્રી

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં દિવ્યા યોગી હોસ્પિટલમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૧૦ થી વધુ ડોક્ટરોએ સેવા પૂરી પાડી હતી રાજપીપળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી ૨૦૦ થી વધુ દર્દીઓ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ગાયનેક, ફેફસાના ડોકટર, ઈ.એન. ટી, સાકિયાટ્રીક, ફિઝીસિયન, ડેન્ટિસ્ત , કેન્સર સ્પેશીયલ, વિગેરે ડોક્ટરોએ દર્દીઓને તપસ્યા હતા અને જરૂરી દવાઓ પૂરી પાડી હતી.

કેમ્પનું આયોજન કરનાર ડૉ દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા ના સંકલ્પ હેઠડ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે ઉપરાંત કેમ્પને સફળ બનાવવા ભાજપ મહિલા મોરચા મહામંત્રી, શહેર અને જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ આરોગ્ય શાખાના આભાર વ્યક્ત કર્યો હતો ખાસ કરીને મહિલાઓ માટે ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે રાહત દરે પેપ સ્મિયર ટેસ્ટ પણ કરાઈ રહ્યો છે અને આગામી એક અઠવાડિયા સુધી આ લાભ દર્દીઓ લઈ શકશે તેમ પણ જણાવ્યું હતું