અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ. જી. ગોહીલ તથા “નેત્રમ" કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. કડછાના ઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.

ગઇ તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ રાજુભાઇ ખોડાભાઇ વાઘેલા રહે.અમદાવાદ ખોડીયાર નગર, માણેક દેસાઇની ચાલી, લીલાનગર વાળા અમદાવાદથી અમરેલી ખાતે તેઓના સંબંધીના ઘરે પ્રસંગોપાત આવેલ હતા

 અને તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ રાત્રીના ૨ (બે) થી (અઢી) ના સમયે અમરેલી સેન્ટર પોઇન્ટ ખાતે બસમાંથી ઉતરી સેન્ટર પોઇન્ટથી એક ખુલી છકડો રીક્ષામાં બેસી ચિતલ રોડ તરફ ગાયત્રી મંદિર પાસે રહેતા તેના સંબંધીના ઘરે જવા રીક્ષામાં ગયેલ હતા.

 તે દરમ્યાન તેઓની પાસે રહેલ સામાન પૈકી એક બેગ રીક્ષામાં ભુલથી રહી ગયેલ બાદ તેઓને ખ્યાલ આવેલ હોય,

 જેથી તેઓ “નેત્રમ" કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને ઉપરોકત વિગત જણાવેલ હોય, કે આ રીક્ષામાં તેઓની બેગ રહી ગયેલ હોય,

 જેમાં તેઓનો વીવો કંપનીનો મોબાઇલ તથા જરૂરી ડોકયુમેન્ટ તથા તેઓની પત્નિની દવા વિગેરે રહી ગયેલ હોય,

 જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ના સ્ટાફ દ્વારા સેન્ટર પોઇન્ટ તથા ઓમનગર તથા એરપોર્ટના પાસેના સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ ચેક કરતાં GJ 14 W 5127 નંબરની ખુલી રીક્ષામાં સેન્ટર પોઇન્ટથી રાજુભાઇ ખોડાભાઇ વાઘેલા બેસેલ જોવા મળેલ બાદ છેલ્લે રીક્ષા ગીરીયા રોડ તરફ જતી જોવા મળેલ હતી.

ત્યારબાદ ઉપરોકત જણાવેલ રીક્ષાની વોચમાં રહેવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. કડછાનાઓ દ્વારા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, જે અંગે વોચમાં રહેલ પોલીસ કોન્સ. રાજેશભાઇ બાબુભાઇ હિંગુને તા.૦૮/૦૪/૨૦૨૨ ના રોજ GJ 14 W 5127 નંબરની ખુલી રીક્ષામાં જોવા મળતા,

 તેને પોલીસ કોન્સ. રાજેશભાઇ બાબુભાઇ હિંગુ તથા પોલીસ કોન્સ. લાભુગીરી કાશીગીરી ગોસાઇ દ્વારા ટ્રેક કરી રીક્ષા ચાલકની પુછપરછ કરતા રાજુભાઇ ખોડાભાઇ વાઘેલાની ગયેલ બેગ રીક્ષા ચાલક પાસેથી પરત મેળવી મુળ માલીકના જણાવ્યા મુજબના વીવો કંપનીનો મોબાઇલ તથા જરૂરી ડોક્યુમેન્ટ તથા તેઓની પત્નિની દવા વિગેરે વાળી બેગ તેઓને બતાવતા આ મોબાઇલ ફોન તથા બેગ તેઓની હોવાનું જણાવેલ હોય,

જે વીવો કંપનીનો મોબાઇલ તથા બેગ મુળ માલીકને સહી સલામત સોંપી આપેલ છે.

આ કામગીરી “ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. કડછા ની સુચના અને માર્ગદર્શન હેઠળ

 “ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ એ.એસ.આઇ. પી. ડી. ગામીત, પોલીસ કોન્સ. રાજેશભાઇ બાબુભાઇ હિંગુ, લાભુગીરી કાશીગીરી ગોસાઇ તથા અશોકભાઇ મનસુખભાઇ ખેતરીયા વિ. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.