આજે સવારે એક ટ્રકચાલકે સામેથી બાઈક પર આવતા યુવાન પર ટ્રક ચડાવી તેની હત્યા કરી નાખી હતી. બનાવ બાદ ટ્રેક ઘટના સ્થળે મૂકીને આરોપી ફરાર થઇ ગધી હતો. આ બનાવ પાછળ 8 માસ પહેલાં થયેલી જૂથ અથડામણના સમાધાન વખતે થયેલી હત્યા કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાને વર્ષો પહેલાં પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાં જોડાયા બાદ રાજીનામું આપ્યા નું પણ જાણવા મળ્યું છે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉનાના રફિક હુસેન વાકોટ નામનો યુવાન સવારે 9 વાગ્યે પોતાની ડોળાસા તરફ આવેલી સીમમાં વાડીએ ગયો હતો, અને 11 વાગ્યે પરત ફરતો હતો તે સીમાસી ગામ નજીક રૂપેણ નદીના પુલ પર પહોંચ્યો એ વખતે સામેથી આવતી જીજે 11 ઝેડ 8369 નંબરની ટ્રક ના ચાલક તેની બાઇક પર ટ્રકચડાવી દીધી હતી. બનાવ વખતે રફિક નો કાકાનો દીકરો નજીર આદમભાઇ વાકોટ પાછળ પોતાની બાઇક લઈને આવતો હોઇ બનાવની ખબર પડી હતી. આથી તેની રાડા રાડકરીને સીમાસી ગામના સમીરભાઇ ગનીભાઇ વાકોટ સહિતના લોકોને બોલાવ્યા હતા. અને રકિક ને 108માં ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી નજીરે ટ્રક ચડાવનાર એઝાઝ અબ્બાસભાઇ જુણેજા અને તેની બાજુમાં બેઠેલા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છેકે, અગાઉ એઝાઝના પિતા અબ્બાસભાઇની હત્યા થઇ હતી એ ગુનામાં મૃતક રફિકના પિતા હુસેનભાઇ હાલ રાજકોટ જેલમાં છે. એ બનાવમાં 22 લોકો તે સામે ગુનો નોંધાયો હતો. અને હાલ આરોપીઓ જેલહવાલે છે. એ ગુનાના મનદુઃખમાં આ બનાવ બન્યો છે. અત્રે નોંધનીય છેકે, મૃતક રફિક અગાઉ 2012 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સૂત્રાપાડા પોલીસ મથકમાં 1 વર્ષ ફરજ બજાવી ચૂક્યો છે. પણ બાદમાં જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે તેણે રાજીનામું આપ્યું - હતું. આથી તેનું શરીર કસાયેલું અને બાંધો મજબૂત હતો અનેઆરોપી ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો.

બ્યુરો ચીફ જહાંગીર બ્લોચ ઉના