ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા વોરંટનાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ નામ. કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ

એલ.સી.બી. ટીમે નામ. જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, વડીયા નાઓનાં ક્રિમીનલ કેસમાં કસુરવાર ઠરાવી સજાનું વોરંટ ઇસ્યુ કરેલ હોય,

મજકુર આરોપી સજા વોરંટની ધરપકડ ટાળવા છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય, મજકુર આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવામાં આવેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

અલ્પેશ બાબુભાઇ પડાયા, ઉ.વ. ૨૭, રહે. બરવાળા બાવળ, તા.વડીયા, જિ.અમરેલી.

→ પકડાયેલ આરોપીને નામ.કોર્ટ દ્વારા થયેલ સજાની વિગતઃ-

જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, વડીયા નાઓનાં ક્રિમીનલ કેસ નંબર ૮૮૩/૨૦૨૧ નાં કામે

આરોપી અલ્પેશ બાબુભાઇ પડાયા રહે.બરવાળા બાવળ તા.વડીયાને ઘી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનાં ગુના અંગે કસુરવાર ઠરાવી

ગઇ તા.૩૦/૦૪/૨૦૨૨ નાં રોજ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ થયેલ છે.

આરોપીને નામ. કોર્ટ, વડીયા દ્વારા જારી કરવામાં આવેલ સજા વોરંટની ગઈ કાલ તા.૧૧/૦૪/૨૦૧૩ નાં રોજ બજવણી કરી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.