ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના 9 લાખથી વધુ ખેડૂતો અને ખાતેદારો સાથે જોડાયેલ કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદે તેજસભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન પદે ખંભાતના રાજેન્દ્રસિંહ પરમારની બિનહરીફ કરવામાં આવી છે.
નડિયાદના પ્રાંત અધિકારી જે.એમ.ભોરણીયાની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જે દરમિયાન ચેરમેન પદ માટે તેજસ પટેલની સામે અન્ય કોઈ ઉમેદવારી પત્ર નહીં ભરાતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન પદે ખંભાતના રાજેન્દ્રસિંહ પરમારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, ભાજપે બહુમતીના જોરે કેડીસીસી બેંકની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.
[સલમાન પઠાણ ખંભાત]