સંતશ્રી ત્રીકમાચાર્ય સેવા સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાયું. પોરબંદર આયોજીત
નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ શ્રી બરડાઈ વિદ્યોતેજક ઝુંડાળા ખાતે બીજા
દિવસે માં અંબેની આરતી ઉતારી હતી કોરોના મહામારીમાં બરડાઈ બ્રાહ્મણ સમાજના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા તેમની આત્માને શાંતિ માટે બે મિનિટ નું મૌન પાળી સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ અને માં અંબેના ચરણોમા પ્રાર્થના કરી હતી દિવ્ય આત્માઓ ને શાંતિ આપે ત્યાર બાદ નવરાત્રી રાસ ઉત્સવની ખેલૈયાઓ રમવાની શરૂવાત કરી હતી. શ્રી બરડાઈ બ્રાહ્મણ સમાજ છાંયા મસ્તાન અને શ્રી બરડાઈ વિદ્યોતેજક ઝુંડાળાની મહિલા પાંખ તેમજ બરડાઈ બ્રાહ્મણ સમાજ અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિતિ રહયા હતા. આ નવરાત્રી મહોત્સવનું સંચાલન સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ કરે છે.
સંતશ્રી ત્રીકમાચાર્ય સેવા સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_7c53dc3b51a467b41db57e3b0a3c033b.jpg)