ઘટનાનું કોઈ સાક્ષી ન હોવા છતાં પોલીસે વૈજ્ઞાનિક પૂરાવા શોધી ગુનો સાબિત કર્યો
પોલીસ તપાસમાં અન્ય હત્યાઓનો પણ થયો હતો પર્દાફાશઃ લુંટેલો માલ ખરીદનાર બે સોની વેપારીને પણ ૩ વર્ષની કેદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ૨૦૧૯ના વર્ષમાં લૂંટના ઇરાદે મહિલાની હત્યા, નીપજાવવાના ચક્ચારી કેસમાં આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો.
જેમાં આરોપીને આજીવન કેદની સજા તથા લૂંટના મુદ્દામાં ખરીદનારા બે સોની વેપારીઓને પણ ત્રણ ત્રણ વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
અગાઉ તા. ૨૪-૦૯-૨૦૧૯ના રોજ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે રહેતા
નરશીભાઈ કાનજીભાઈ ધોડાદરાના પત્ની જાનબાઇબેન જયારે તેમના ઘરેથી સવારે દસેક વાગ્યે વિજપડી જવા માટે નીકળ્યા અને ૧૧ વાગ્યે પરત આવ્યા તે દરમિયાન તેમના ઘરે આવીને કોઇએ તેના પત્ની જાનબાઇબેનનું લુંટ કરીને ખુન કરેલ હોય,
અને તેમના પતિ નરશીભાઈ ઘોડાદરા એ ઘરે પહોંચી જોતા તેના ઘરના રૂમમાં તેના પત્ની ખાટલા પર આડા પડેલ હતા,અને મોઢા પર ઓસીકુ પડયુ હતું અને તેને સીધા કરીને જોતા ખાટલા ઉપર પાથરેલ ગોદડામાં લોહીના ધાબા દેખાયેલ અને ગળા પર દોરી બાંધેલી હતી,
તેથી તેને એવું જણાયેલું કે તેમના પત્નીનું કોઇએ ગળાટુંપો દઈને ખુન કરી નાખેલ અને તેમના કાનમાં પહેરેલ સોનાની ટોટી તથા સોનાની કડી તથા નાનો દાણો વિગેરે મળી ૨, ૬૨,૮૦૦/- ના દાગીનાની લુંટ કરી તેના પત્નીનું મોત નીપજાવતા ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ કોઇપણ વ્યક્તિએ નજરે જોયેલ ન હતો અને તત્કાલીન એસ.પી. નિર્લિપ્તરાયના સીધા માર્ગદર્શન નીચે જે તે સમયે જે સાંયોગીક પુરાવાઓ તથા સાઈન્ટીફીક પુરાવાઓ તથા ઇલેકટ્રોનીક પુરાવાના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી.
આ કેસમાં સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સ્પેશ્યલ પી. પી. તરીકે એડવોકેટ ઉદયન ત્રિવેદીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર ઉદયન ત્રિવેદીની દલીલો અને પોલીસના પુરાવાઓને કોર્ટે માન્ય રાખતા
આ કેસ સાવરકુંડલા કોર્ટમાં ચાલી જતાં
આરોપી નં. ૧ મિલન ભકાને કલમ ૩૦૨માં આજીવન કેદ અને અન્ય કલમો તળે સજા અને વધુ રૂા. ૫,૦૦૦નો દંડ.
આરોપી નં. ૨ મિહીરભાઇ નયનભાઇ મહેતા સોનો વેપારી રે. મહુવા તથા
આરોપી નં. ૩ પ્રણવભાઇ વિનોદભાઈ મહેતા(સોની વેપારી રે. મહુવાને
૩ વર્ષની સજા તથા રૂા. ૧૦,૦૦૦નો દંડની સાવરકુંડલાના એડી. સેશન્સ જજ ભુમિકાબેન ચંદારાણાએ ફટકારી છે.
આરોપી મિલન રાઠોડ નો ગુન્હાહિત ઇતિહાસ
સિરિયલ કીલર આ આરોપીની પોલીસ તપાસમાં થયો હતો મોટો પર્દાફાશ
પોલીસ તપાસમાં આરોપી મિલન ભકાભાઈ રાઠોડે આ અગાઉ લોંગીયા ગામે પાચીબેનનું મોત નિપજાવી તેનું પણ દોરી વડે ગળું દબાવી અને તેણે પહેરેલ સોનાની ટોટી તથા કડી વિગેરે મળી ૯૩,૦૦૦ની લુંટ કરી મોત નિપજાવેલ તે અંગેનો ગુન્હો બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો.
તેમજ મરણજનાર લીલીબેન ભાણાભાઇ બારૈયા રહે દેગવડાનું પણ ગળુ દબાવી તેણે પહેરેલા રૂ।. ૨૫,૦૦૦ના દાગીનાની લુંટ કરી તેનું મૃત્યુ નિપજાવવા અંગેનો ગુન્હો બગદાણા પોલીસમાં નોંધાયેલો હતો.
સેંદરડા ગામના ગોવિંદભાઇ ટપુભાઈ હડીયા પાસેથી આરોપી મિલન ભકાભાઇએ રૂ।. ૪૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય તેના ઘરમાં અપપ્રવેશ કરી અને ગોવિંદભાઇ ટપુભાઇ હડીયાનું હાથથી ગળુ દબાવી ખુન કરી નાખેલ અને તેનો મોબાઇલ ફોન તથા ડાયરી લઇ જઇ તેમનું મોત નિપજાવેલ તે અંગેનો ગુન્હો મોટા ખુંટવડા પોલીસમાં નોંધાયેલો હતો.
આમ આ કામના આરોપીએ ત્રણે વ્યક્તિઓ પાસેથી લુંટ કરી અને ખુન કર્યા હતા,અને સીરીયલ કીલર તરીકે ગુન્હાઓ કર્યા હતા જેમાનો હાલ નો એક જ ગુન્હો અમરેલી જીલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને ઉપરોકત તમામ બનાવો
આ તપાસના કામે જોવામાં આવે તો આ કામના આરોપીએ એક જ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચરેલ હોય અને આરોપી મિલન ભકાભાઈએ એક જ સરખી તરકીબથી માત્ર નજીવી રકમ માટે લુંટ કરી વૃધાઓની હત્યા કરેલી
તથા વ્યાજે લીધેલા પૈસા પરત ન ચુકવવા પડે તે માટે વૃધ્ધોની હત્યા કરતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
પોલીસ તપાસના આધારે ગુનો સાબિત થયો
આ બનાવ કોઇપણ વ્યક્તિએ નજરે જોયેલ ન હતો, પરંતુ જે તે સમયના એસ.પી. નિર્લિપ્તરાયના સીધા માર્ગદર્શન નીચે એલ.સી.બી. ઇન્યાર્જ પી. આઇ આર કે કરમટા તથા અન્ય અધિકારીઓએ ઊંડી તપાસ કરી અને જેમાં તેઓએ સાઇન્ટીફીક પુરાવાઓ એકત્ર કરેલા,
અને જે પુરાવામાં સ્ટીલના ગ્લાસ પર રહેલ ફીંગર પ્રિન્ટ તથા ગુજરનારની ડેડ બોડી પાસેથી મળેલ થૂંક એફ.એસ.એલ અધિકારી તથા ફીંગર પ્રિન્ટ અધિકારી તરફથી પુરાવાઓ સ્થળ તપાસ કરી અને સ્થળ પરથી મેળવી એફ.એસ.એલ મા તપાસ અર્થે મોકલેલા
અને જે અંગેનો અહેવાલ ચાર્જશીટમાં સામેલ રાખવામાં આવેલો, તેમજ આ કામે ઇલેકટ્રોનીક પુરાવામાં સી. સી.ટી.વી ફુટેજ કબ્જે કરી અને સાયોગીક પુરાવાઓના સાક્ષીઓ સહીત કુલ ૮૪ સાક્ષીઓ દર્શાવીને ટૂંકા સમયમાં ચાર્જશીટ કર્યું હતું.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.