પીપળાવ ચોકડી નજીક સુણાવ તરફના રોડની સાઈડમાં ડી-કમ્પોઝ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી 

સોજીત્રા તાલુકાના પીપળાવથી સુણાવ તરફના રોડની સાઈડમાં ડી-કમ્પોઝ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જે અંગે હત્યાની આશંકા સેવાઈ રહી છે મૃતદેહની બાજુમાં કોથળામાં મરેલ પશું પણ મળી આવ્યું છે

હાલ સોજીત્રા પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ નજીકની હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મરનાર યુવક ક્યાંનો છે અને તેની હત્યા થઈ છે કે પછી બીજા કોઈ કારણથી મૃત્યુ થયું તે અંગેની હાલ સોજીત્રા પોલીસે તપાસ હાથ ધરી છે..