પાલનપુર એરોમાં સર્કલ પાસે ટ્રેલર વીજ વાયરને અડકી જતાં ચાલક ને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયો..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા

પાલનપુર શહેર ના એરોમાં સર્કલ ખાતે એક બોઈલર ભરેલ ટ્રેલર જીવંત વીજ વાયર ને અડકી જતાં ટ્રેલર ચાલક ને વીજ કરંટ લાગતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..

પાલનપુર શહેર ના એરોમા સર્કલ થી ડીસા તરફ જતા રોડ ઉપર ટેઇલર નંબર GJ -06-az-5824 ની લોખંડનુ હેવી બોઇલર ને ઇલેક્ટ્રિક જીવીત વાયર અડકી જતો ડ્રાયવર ને કરંટ લાગ્યો હતો જેના પગલે ચાલક ને તાત્કાલિક 108 મા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઉં જવામાં આવ્યો હતો..

અકસ્માત સર્જાતા હાઇવે પર ભારે ટ્રાફિક થઈ જતાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હટાવી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો..