દાહોદના એક શિક્ષકે એવી પહેલ આરંભી કે તેનાથી અંતરિયાળ વિસ્તારના બાળકોને ભણવામાં રસ તો જાગ્યો જ સાથે સાથે પોષણયુક્ત આહાર પણ મળ્યો.દાહોદ જિલ્લો એટલે મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો.( રાજ કાપડિયા 9879106469. સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી પરિવારો મોટેભાગે ખેતી અને મજૂરી પર નિર્ભર રહે છે અને તેમના બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે.સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુકમાં 9 હજારથી વધુ ફોલોઅર્સ સાથે ઇન્સ્ટગ્રામ અને ટ્વિટર ઉપર કુલ 11000થી પણ વધુ ફોલોઅર્સ ધરાવતા શિક્ષક જિગ્નેશભાઈ દરેક એક્ટિવિટીના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે. જેને પગલે તેમના સોશિયલ મીડિયાના મિત્રો પણ તેમને ફંડ પહોંચાડવા લાગ્યા હતા.ત્યારબાદ શિક્ષકને વિચાર આવ્યો કે, બાળકોને મધ્યાહ્ન ભોજનની સાથે પોષણયુક્ત ફળો પણ આપવામાં આવે તો સારું રહે અને બાળકોને દરરોજ અલગ અલગ ફ્રૂટનું વિતરણ શરૂ કર્યું.આ બધા ફોટો જોઈને સોશિયલ મીડિયાના મિત્રોએ પણ પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય તિથી હોય કે કોઈ પણ પ્રસંગ માટે જિગ્નેશભાઈને ફંડ આપવાનું શરૂ કર્યું. તેનાથી અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ નવા નવા ફ્રૂટ ખાવા મળે છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જિગ્નેશભાઈનું કહેવું છે કે, ત્રણ મહિના સુધી બાળકોને ફ્રૂટ વિતરણ કરી શકાય એટલું ફંડ જમા થઈ ગયું છે અને બાળકો માટે દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ ફંડ મળવા લાગ્યું છે.