ડીસા એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ૬ ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ થતા હવે ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભીલડી વિભાગ સહિત ભાજપના કાર્યકરોમાં મૌન આક્રોશ હોવાનું જાણવા મળી રહેલ છે.

એકજ પાર્ટી,સમાજ અને પરિવાર માં પણ કોંગ્રેસ ભાજપ કોરાણે મૂકી ખેડૂત વિભાગ ની બેઠકો સર કરવા ચાલી રહેલ ચૂંટણી જંગ માં કોણ કોની સાથે ના લેખાજોખા સાથે ડીસા એપી એમસી ની ચૂંટણી મુકાબલો પ્રેક્ષકો ખેડૂતો મતદાતાઓ માટે રોમાંચક બની રહેશે ત્યારે ગત રોજ થયેલ એમ સી.એક્સ.ના જુગાર કેસ બાબતે અનેક તર્ક વિતર્ક વહેતા થયેલ છે.

ગતરોજ ડીસા માર્કેટયાર્ડની પેઢીમાં એમ. સી.એક્સના ભાવ પર જુગાર રમતો હોવાની બાતમી ના આધારે પોલોસે બે વેપારીઓ સામે જુગાર નો કેસ કરતા અનેક તર્ક વિતર્ક વહેતા થયેલ છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક વિસ્તારમાં એમસીએક્સ ના ભાવ ઉપર લોકોને જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી આધારે પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવતા બે શખ્સો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા હતા. પાલનપુર એલ.સી.બી ની ટીમને મળી હતી.

જે આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક વિસ્તારમાં રેડ કરવામાં આવતા ભાભર તાલુકાના મુળી માળીવાસ ખાતે રહેતા અને ડીસા માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા રમેશ કિશોરભાઈ માળી તેમજ ટેટોડાના રહેવાથી માધુભાઈ અરજણભાઈ ચૌધરીને એમસીએક્સ ના ભાવ પર જુગાર રમવાના કેસમાં ઝડપી લઇ બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જેમાં માર્કેટ યાર્ડમાં પેઢીમાં પ્રથમ માળે આ જુગાર રમતો હતો. જેમાં પોલીસે મોબાઈલ ફોન, જુગાર સાહિત્ય અને રોકડ સહિત મુદ્દામાલ પણ કબજે કરી.ક્રોસ તપાસ ડીસા તાલુકા પોલીસને સોંપેલ છે.ત્યારે ચૂંટણી સમય ઝડપાયેલ જુગાર ને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયેલ છે.