દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક યોજાઇ
સ્માર્ટ સીટી અંતર્ગત રૂ. ૪૫૯.૪૯ કરોડના ૧૨ પ્રોજેક્ટ પૂર્ણ (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) હોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના જનપ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ જણાવ્યું કે, સ્માર્ટ સીટી અંતર્ગતના ૨૭ પ્રોજેક્ટોમાંથી ૧૨ પૂર્ણ થયા છે. જયારે ૧૩ પ્રોજેક્ટો અંતર્ગત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જયારે ર પ્રોજેક્ટ ટેન્ડરીંગની પ્રક્રિયા હેઠળ છે.
સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટો માટે પચાસ પચાસ ટકા ગ્રાન્ટ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં ૪૫૯.૪૯ કરોડ રૂ. ના ૧૨ પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. જયારે ૧૩ પ્રોજેક્ટ જે રૂ. ૪૦૯.૬૭ કરોડના છે તેમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. જયારે રૂ. ૧૪.૭૪ કરોડના બે પ્રોજેક્ટ ટેન્ડરની પ્રક્રિયામાં છે.
સ્માર્ટ સીટીના જે ૧૨ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે તેમાં આઇસીસીસી આઇટી બલ્ડીંગ, સ્ટોર્મ વોટર, સીવરેજ, વોટર સપ્લાય, ડસ્ટબીન પ્રોક્યુરમેન્ટ, ટ્રાફિક સિગ્નલ, મ્યુનસીપાલિટી સોલીડ વેસ્ટ કલેક્શન, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, કંમ્પાઉન્ડ વોલ સહિતના પ્રોજેક્ટ છે.
જયારે ૧૩ પ્રોજેક્ટ જેમની કામગીરી હાલમાં ચાલુ છે તેમાં છાબ તળાવ, વોટર સ્કાડા, ડીએનપી બિલ્ડીંગ, ટ્રાઇબલ મ્યુઝિયમ, સ્પોર્ટ કોમ્પલેક્સ, લાઇબ્રેરી બિલ્ડીંગ, પ્રાયમરી સ્કુલ ડેવલપમેન્ટ, ટ્રક ટર્મીનલ, દૂધમતી રીવરફ્રન્ટ, વોટર સપ્લાય – ઇએસઆર, રોડ અપગ્રેડેશન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમજ ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ સ્મશાન રીડેવલપમેન્ટ, સીવરેજ હાઉસ કનેક્શન પ્રોજેક્ટ છે.
બેઠકમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલકુમારી વાઘેલા, , જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, ચીફ ઓફીસરશ્રી યશપાલસિંહ વાઘેલા, નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.