દાહોદ
દાહોદ નગરપાલિકા દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારનું થયું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ શહેર ને સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા પછી દાહોદમાં એક પછી એક નવીન કાર્યો થઈ રહ્યા છે જેના ભાગ રૂપે આજે ચંદ્રશેખર આઝાદ માર્ગ ઉપર આજે દાહોદ ના અધ્યતન મુખ્ય પ્રવેશ દ્વાર નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મુખ્ય પ્રવેશ દ્વાર આરસીસી કોલમ બીમ ઉપર ગેટ બનશે ત્યાર બાદ CNC કટીંગ અને FRC મટીરીયલ નો ઉપયોગ કરી પ્રવેશ દ્વાર ઉપર લાઈટિંગ કરી એકદમ અલાયદો લુક આપવામાં આવશે . આ મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ , ઉપપ્રમુખ અબ્દી ચલ્લવાલા, નગર સેવક બીજલ ભરવાડ, પક્ષના નેતા રાજેશ શેહતાઈ, રંજનબેન ભૈયા , ભરત સોલંકી , શ્રધ્ધા ભડાંગ, નગર પાલિકા ચીફ એન્જિનિયર કોન્ટ્રાકટર તથા પાલિકાના અન્ય સભ્યો તથા કાર્યકર્તા અને સ્થાનિક વોર્ડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મુખ્ય પ્રવેશદ્વાર 6 મહિનાની અવધિમાં રૂપિયા એક કરોડના ખર્ચે તૈયાર થનાર છે અને 15મી ઓગષ્ટના રોજ તેનું લોકાર્પણ થાય તે પ્રમાણે નિર્માણ કરી આરંભ કરવામાં આવ્યું હતું આ પ્રવેશદ્વાર થી દાહોદ ના મુખ્ય પ્રવેશ ઉપર ચાર ચાંદ લાગશે તેવું લોકોનું માનવું છે.