મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ હસ્તક કાર્યરત મહુવા તાલુકાની કચેરી દ્વારા પોષણ પખવાડિયા નિમિત્તે અન્નની જાગૃતતાના ભાગ રૂપે સુપોષિત ગુજરાતના નિર્માણ માટે આંગણવાડી કાર્યકરની તાલીમ ઉજવણી અને વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી.કાર્યક્રમમાં બાળ વિકાસ યોજનાના અધિકારી કવિતા ગૌસ્વામી,આયુર્વેદિક તબીબ દિલીપભાઈ ઇટાલીયા,નેશનલ યુટરીશન મિશનના કોડીનેટર બીટ્ટુ પટેલ કાજલ ગામીત દ્વારા અનાજના પોષણ સંબંધિત માર્ગદર્શન અપાયું હતું.તાલુકાના સુપર વાઇસઝ આંગણવાડી કાર્યકર દ્વારા મિલેટ લાઈવ વાનગી ડેમોસ્ટ્રેશન,નિબંધ સ્પર્ધા,વેશભૂષા, રંગોળી,વાનગી ટી એચ આર સ્ટોલનું આયોજન થયું હતું.મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી,મહુવા મામલતદાર, તાલુકા ભાજપ પ્રમુખ સહિત તાલુકા જિલ્લાના સભ્યો તેમજ ગામના સરપંચ અનિલભાઈ હાજર રહ્યા હતા.