વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ શુક્રવારે સાંજ સુધીમાં ભટિંડાના તલવંડી સાબો ખાતે સરેન્ડર કરી શકે છે. અકાલ તખ્તના જથેદાર હરપ્રીત સિંહે તલવંડી સાબોના તખ્ત શ્રી દમદમા સાહિબ ખાતે બોલાવેલી ખાસ બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં જ અમૃતપાલ સિંહના પહોંચવાની અને પછી સરેન્ડર થવાની ચર્ચા છે. અમૃતપાલ છેલ્લા 21 દિવસથી ફરાર છે.

પંજાબ પોલીસે તલવંડી સાબોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પંજાબ પોલીસની રજાઓ 14 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે. જે પોલીસકર્મચારીઓએ રજા લીધી હતી કે રજા પર છે તેમને પણ ફરજ પર પરત બોલાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ખાલિસ્તાની જરનૈલ સિંહ ભિંડરાંવાલા જેવા દેખાવા માટે અમૃતપાલે જ્યોર્જિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

ADGPએ કહ્યું- સરબત ખાલસા બેઠકને લઈને પોલીસ એલર્ટ છે
સરબત ખાલસા હોય કે અમૃતપાલના કોલ પર ભીડ ભેગી થવાના મુદ્દે ADGP એસપીએસ પરમારે કહ્યું હતું કે તેમની બેઠક મર્યાદિત લોકોની છે. કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ પણ છે. અત્યારે અમે સામાન્ય સુરક્ષાને સુધારવા માટે સંપૂર્ણ પગલાં લઈ રહ્યા છીએ. 13મી એપ્રિલે તલવંડી સાબોમાં બૈસાખી મેળાને કારણે ઘણી ભીડ રહે છે. એટલાં માટે અહીં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે.અમૃતપાલના સમર્થકો જથેદારને મળ્યા છે
અમૃતપાલના પંજાબ આવવાના સમાચારથી પંજાબ પોલીસ એલર્ટ પર છે. 27 માર્ચે જ્યારે અમૃતપાલ સિંહ અને તેનો સાથી પપલપ્રીત હોશિયારપુર પહોંચ્યા ત્યારે તેમણે ગુરુદ્વારામાં આશરો લીધો હતો. આ દરમિયાન ગુરુદ્વારાની એક અગ્રણી વ્યક્તિ અમૃતસર આવી હતી અને જથેદાર જ્ઞાની હરપ્રીત સિંહને મળી હતી. જોકે જથેદાર જ્ઞાની આ વાતને સમર્થન આપતા નથી. એવો અંદાજ છે કે વ્યક્તિએ જથેદાર જ્ઞાનીની હાજરીમાં સરેન્ડર કરવાનું કહ્યું હતું. હોશિયારપુરના જે ગુરુદ્વારામાં અમૃતપાલ રોકાયો હતો, એની મુલાકાત અમૃતપાલે પહેલાં પણ કરી હતી.