સાયબર ફ્રોડના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લોકોમાં સાયબર મુદ્દે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે ખંભાતના ઓએનજીસી ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં જનજાગૃતિનો કાર્યક્રમ સેલ્ફી સાયબર સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર તથા સાયબર એક્સપર્ટ દ્વારા યોજવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 6 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત જાણકારી સાથે સમજ આપવામાં આવી હતી.
ખંભાત શહેરમાં વસતા અને 2017 થી 2023 દરમિયાન સેલ્ફી સાયબર સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર તથા સાયબર એક્સપ્રેસ ધ્રુવેશ પંચાલે સાયબર ક્રાઇમના વધી રહેલા કેસ અને તેના ભોગ બનતા લોકોને જોતા લોકોમાં સાઇબર ફ્રૉડ વિશે વિસ્તૃત જાણકારી આપવા હેતુસર ખંભાતના ઓએનજીસી ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગે સમજ આપી હતી ધ્રુવેશ પંચાલે ખંભાત તાલુકામાં ઠેર ઠેર લોકોને સાયબર ફ્રોડથી માહિતગાર કરી રહ્યા છે. તદુપરાંત તેમણે પોલીસ, ખાનગી કંપનીઓને પણ સાવધાન કરી છે.વર્ષ 2017 થી 2023 સુધીમાં આશરે 3,000 થી વધુ વિદ્યાર્થીઓને ધ્રુવેશ પંચાલે સાયબર ફ્રોડ વિશે વિસ્તૃત સમજ આપી સાવધાન રહેવા માટે જણાવી કાર્યક્રમો કરેલા છે.અન્ય લોકોને પણ સાયબર ક્રાઇમ નો ભોગ બનતા અટકે તેવી મદદ કરવા અપીલ કરી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)