ખંભાતમાં ૧૧ જેટલા ઉમેદવારો મેદાને છે.શરૂઆતથી ખંભાત બેઠક માટે ભાજપની ટીકીટ માટે ૩૨ જેટલા ઉમેદવારોએ માંગણી કરી હતી.પરિણામે અંતે ગત ટર્મમાં ધારાસભ્ય રહી ચૂકેલા મયુરભાઈ રાવલને પાર્ટીએ પુનઃ ટીકીટ ફાળવી ખંભાત વિધાનસભા માટે ઉમેદવાર જાહેર કર્યા હતા.જેને કારણે પાર્ટીના અન્ય ઉમેદવારોમાં નારાજગી વ્યાપી હતી તો ક્યાંક પ્રજાએ પણ ઉમેદવારનો વિરોધ નોંધાવ્યો હતો.જોતજોતામાં ભાજપાના સક્રિય કાર્યકર, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય, ઉંદેલ દૂધ ઉત્પાદક મંડળીમાં કાર્યરત એવા નોટરી એડવોકેટ અને ક્ષત્રિય સમાજમાં અગ્રેસર એવા અમરસિંહ ઝાલાએ અપક્ષ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.અને હવે અપક્ષમાંથી ખંભાત વિધાનસભા પર ચૂંટણી લડશે.નોંધનીય છે કે, પાર્ટી વિરુદ્ધ જઇ અપક્ષમાંથી ઉમેદવારી કરતા જ ભાજપાએ અમરસિંહ ઝાલાને ગતરોજ સસ્પેન્ડ કર્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)