તબીબ ડો. રાહુલ પડવાલે સોનોગ્રાફી કરતાં ખબર પડી કે, નવ માસના ફુલેલા પેટ સાથે આવેલી મહિલાના પેટમાં બાળક જ નથી તેની જગ્યાએ પરપોટા છે. (રાજ કાપડિયા 9879106469. સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જવલ્લે જ જોવા મળતો 36 માસનો મોલર પ્રેગ્નેન્સીનો કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં મહિલા ગર્ભવતી તો બને છે પરંતુ ગર્ભમાં બાળકની જગ્યાએ પરપોટાનો વિકાસ થાય છે આવો જ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. સામાન્ય પરિવારની યુવતી પ્રસવ પીડા સાથે પ્રસૂતિ કરાવવા દાહોદના પડવાલ વુમન્સ હોસ્પિટલમાં દાખલ થઈ જ્યારે તબીબે સોનોગ્રાફી કરતાં તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે તેના પેટમાં બાળક જ નહોતું તેની જગ્યાએ પરપોટા વિકસી રહ્યા હતા.મધ્યપ્રદેશના કદવાલ ગામના શ્રમિક પરિવારને ત્યાં અગાઉ બે બાળકોના જન્મ બાદ ત્રીજી વખત મહિલા ગર્ભવતી હોવાનું માલૂમ પડતાં શરૂઆતમાં જ્યારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યુ ત્યારે યુવતી ગર્ભવતી હોવાનું જણાયું હતું ત્યારબાદ યુવતીએ રેગ્લુયર તપાસ કે સોનોગ્રાફી નહોતી કરાવી અને નવમા મહિને પ્રસવ પીડા ઉપડતા યુવતીને લઈ પરિવારજનો દાહોદની પડવાલ વુમન્સ હોસ્પિટલમાં આવ્યા હતા.યુવતીની માતા સહિત પરિવારજનોમાં બાળકના જન્મને લઈ ઉત્સુકતા હતી પરંતુ તબીબ ડો. રાહુલ પડવાલે સોનોગ્રાફી કરતાં ખબર પડી કે, નવ માસના ફુલેલા પેટ સાથે આવેલી મહિલાના પેટમાં બાળક જ નથી તેની જગ્યાએ પરપોટા છે. પરિવારજનો વાત માનવા તૈયાર જ નહોતા. જેથી મહિલાને એમઆરઆઈ કરાવવા મોકલ્યા હતા. જ્યાં રિપોર્ટમાં બાળક ન હોવાનું અને પરપોટા જ હોવાનું બહાર આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ડો. રાહુલ પડવાલ અને એનસ્થેટીક ડો. વ્રજેશ શાહ સહિતની ટીમે મહિલાને સામાન્ય રીતે પ્રસૂતિ કરાવતા હોય તે રીતે પ્રસૂતિ કરવી હતી.

ડોક્ટરના મતે સામાન્ય રીતે તંદુરસ્ત ભ્રૂણના વિકાસ માટે શુક્રાણુ અંડકોષ સાથે મળે છે તેવી જ રીતે પિતામાંથી મળેલ રંગસુત્રોની એક જોડી અને માતાના રંગસૂત્રોની એક જોડી ભ્રૂણમાં ઉતરે છે પરંતુ આ કિસ્સામાં તંદુરસ્ત શુક્રાણુનાં કોષ એક ખાલી અંડકોષમાં જોડાય છે. જેની અંદર કોઈ રંગસૂત્રો હોતા નથી તેનાથી તેના રંગસૂત્રો બેવડાય છે અથવા શુક્રાણુના બે કોષ ખાલી અંડકોષ સાથે મિલન કરે છે. આવા કિસ્સામાં ભ્રૂણમાં માત્ર નર રંગસૂત્રો હોય છે પરંતુ માતાને લગતા કોઈ રંગસૂત્રો હોતા નથી તેને મોલર પ્રેગ્નેન્સી કહેવામા આવે છે.