ડીસા તાલુકાના વડાવળ પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના પટાંગણમાં આચાર્ય પ્રભાતસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિદાય સમારંભમાં સૌપ્રથમ વિદાય લેતાં બાળકોને શાળાના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ પ્રસંગે શાળાના શિક્ષક રાજેશભાઇ કોઇટીયાએ બાળકોને શિખામણ આપતો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, જીવનમાં તમારા મા-બાપને નીચું જોવું પડે તેવુ કાર્ય કદાપી ન કરતાં અને ભણી ગણીને ગામ અને સમાજનું નામ રોશન કરજો.
આજે તમે શાળામાં જે વૃક્ષોની ભેટ આપી છે જે મોટા થશે ત્યારે એક એક બાળકની યાદ અપાવશે. આ પ્રસંગે ધો. ૮ માંથી વિદાય થઇ રહેલા બાળકોએ પણ શાળાના સ્મરણોને વાગોળતુ એક ગીત બનાવ્યુ હતું. અંતે શાળાના દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકો દ્વારા આપેલુ ભાવતું ભોજન ગ્રહણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.