કાંકરેજ તાલુકા ઉણ ખાતે બહુચર માતાજી ની રમેલ યોજાયેલ...

કાંકરેજ તાલુકાના ઉણ ખાતે ચૌહાણ પરિવાર દ્વારા બહુચર માતાજી ની આંતરિક રમેલ ની આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ચૈત્ર સુદ ચૌદસ નિ સાજે રાત્રી દરમ્યાન માતાજી ના મંદિર માં ચૌહાણ પરિવાર ના ભાઈઓ દ્વારા બેસી ને પૂનમ સવારે માતાજી ના ફૂલેકા ચઢાવવા માં આવે છે. જેમા ચૌહાણ પરિવાર માં માતાજી ના ભુવાજી દેવાભાઈ બેચરભાઈ દ્વારા સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી જેમા ચૌહાણ પરિવાર ના ભાઈ ઓ દ્વારા દીકરી ઓ ને થાળ અને ચાંદીના સિક્કા નિ ભેટ સોગાદ આપવામાં આવી હતી જેમા સમગ્ર પરિવાર દ્વારા મધુરી મીઠાસ જોવા મળી હતી જેમા સમગ્ર ભાઈઓ દ્વારા ભુવાજી ના આશીર્વાદ લઇ મોં મીઠુ કરાવી ધન્યતા અનુભવી હતી જેમાં સમગ્ર ભાઈઓ તેમજ કુંવાસી ઓ દ્વારા ભોજન પ્રસાદ કરી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમા ચૌહાણ પરિવાર ના ભુવાજી દેવાભાઈ, મોતીભાઈ, ગોવાભાઈ, જ્યંતિભાઈ, દિનેશભાઇ, નરશીભાઈ, રમેશભાઈ, મનુભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, હિતેષભાઇ, બાબુભાઇ, ભીખાભાઇ, હેમાભાઇ, પ્રવીણભાઈ, ગોરધનભાઈ, દાનાભાઇ, મનોજભાઈ, મહેશભાઈ, ગીરીશભાઈ કીર્તિભાઇ, પરષોત્તમભાઇ, જીતુભાઇ તેમજ સામાજિક કાર્યકરો આગેવાનો અસુનેહારા પ્રસંગે હાજર રહી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ