ડીસા શહેર ઉત્તર પોલીસ સોમવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે નહેરૂનગર ટેકરા મેલડી માતાના મંદિર પાસેથી હસમુખ ઉર્ફે ટોલો ચંદુજી ઠાકોરને લોખંડની તલવાર સાથે જાહેરમાં ફરતો ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં આરોપી પાસે તલવાર રાખવાનું કોઇ લાયસન્સ કે પરમીટ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.