જિલ્લામાં કુલ ૧૭૬ કેન્દ્રો ખાતે ૧૭૬૬ રૂમમાં ૫૨,૯૬૪ ઉમેદવારો પંચાયત સેવા વર્ગ –૩ ( જુનીયર કલાર્ક ) ની પરીક્ષા આપશે
પરીક્ષા દિવસે બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારોને નિર્ધારીત સ્થળ સુધી પહોંચવા એસ.ટી.બસો ની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાઈ
ગેરરીતિના કિસ્સામાં ત્રણ વર્ષની કેદ, એક લાખ રૂપિયાનો દંડ અને બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકાય
આગામી તારીખ ૯ એપ્રિલ 2023ના રોજ બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર પંચાયત સેવા વર્ગ –૩ જુનીયર કલાર્ક ( વહીવટ / હિસાબ ) ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને આયોજન અંગે મીડિયાને માહિતગાર કરવા જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલ દ્વારા પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પરીક્ષા અંગેની સુરક્ષા સલામતી અને વ્યવસ્થાની તમામ વિગતોથી મીડિયાના મિત્રોને અવગત કરવામાં આવ્યા હતા.
મીડિયાને બ્રીફ કરતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલે પરીક્ષાની વિગતો આપતાં જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૧૭૬ કેન્દ્રો ખાતે ૧૭૬૬ રૂમમાં ૫૨,૯૬૪ ઉમેદવારો પંચાયત સેવા વર્ગ –૩ ( જુનીયર કલાર્ક ) ની પરીક્ષા આપશે. જિલ્લાના ૪ ઝોનમાં પાલનપુર -૧ ઝોન ના ૫૧ કેન્દ્રો , પાલનપુર -૨ ઝોન ના ૫૨ કેન્દ્રો , ડીસા -૩ ઝોનના ૪૪ કેન્દ્રો અને દિયોદર -૪ ઝોનના ૨૯ કેન્દ્રો પર તા. ૦૯ /૦૪ / ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૦૧:૩૦ કલાક સુધી પંચાયત સેવા વર્ગ –૩ ( જુનીયર કલાર્ક ) ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ૮૪,૦૦૦ જેટલા પરીક્ષાર્થીઓ અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જશે.
પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવેલી વયવસ્થાઓ અંગે જણાવતાં કલેકટર શ્રીએ કહ્યું કે, સમગ્ર ૧૭૬ કેન્દ્રો પ૨ ૧૭૬ બોર્ડના પ્રતિનિધિ , ૧૭૬ કેન્દ્ર સંચાલક , ૧૭૬ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવેલ છે, આ સિવાય સમગ્ર ૧૭૬ કેન્દ્રોને ૫૫ રૂટમાં વિભાજીત કરવામાં આવેલ છે અને રૂટ સુ૫૨ વાઈઝર તરીકે તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય કલાસ -૨ કક્ષાના અધિકારીશ્રીને નિમણુંક આપેલ છે. સમગ્ર ૧૭૬ કેન્દ્રોમાં ૪૧ જેટલી ફલાઈંગ સ્કવોર્ડ ( વીજીલન્સ સ્કવોડ ) ની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં મામલતદાર કક્ષાના અધિકારીશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ છે . આ સ્કવોર્ડ સાથે હથિયાર ધારી પોલીસને પણ સામેલ ક૨વામાં આવેલ છે. જે સમગ્ર સમયગાળા દરમ્યાન વિવિધ કેન્દ્રો અને તેની આજુબાજુનાં વિસ્તારની આકસ્મિક મુલાકાત લેશે .
તમામ ૧૭૬૬ રૂમ તેમજ લોબી અને સ્ટાફરૂમમાં પણ CCTV ની વ્યવસ્થા કરવામાં આવેલ છે . સમગ્ર પરીક્ષાના સમયગાળા દરમ્યાન ૧૭૬ જેટલા માઈક્રો ઓબ્ઝર્વર દરેક પરીક્ષા કેન્દ્ર પર હાજર રહીને લાઈવફીડ ઓબ્ઝર્વ કરતાં રહેશે . તેમજ પરીક્ષા દરમ્યાન જો કોઈ ગેરરીતી સામે આવે તો તે સક્ષમ અધિકારીને સમગ્ર ફીડ સાથે તેની ૨જુઆત ક૨શે અને ત્વરીત પરીક્ષા આપતા ઉમેદવારને અટકાવવામાં આવશે. તેમજ તેની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે. જિલ્લા કક્ષાએ પણ CCTV નો ફીડ જોવા મળે એ માટે એક CCTV Veiwing કમિટીની રચના કરવામાં આવેલ છે. જે સમગ્ર કેન્દ્રો ૫રથી મળેલ DVD ની કાળજીપૂર્વક ચકાસણી ક૨શે તેમજ જો કોઈ ગેરરીતી માલુમ પડે તો સક્ષમ કક્ષાએ રજુઆત કરશે જેમાં દોષિત ઠરેથી યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે
પરીક્ષા કેન્દ્રો પર સલામતી અને સુરક્ષા બાબતની માહિતી આપતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે દરેક પરીક્ષા કેન્દ્ર ૫૨ એક PSI / ASI લેવલનાં પોલીસ કર્મીની નિમણૂંક કરવામાં આવી છે . ઉમેદવારોના ફ્રેસ્કિંગ માટે બે મહિલા પોલીસકર્મી અને બે પુરૂષ પોલીસ કર્મીની નિમણુંક કરવામાં આવેલ છે. તો Security Point of view થી દરેક કેન્દ્ર પર ૧ હથિયારધારી પોલીસ કર્મીની નિમણુંક કરવામાં આવેલ છે . તમામ ૫૨ીક્ષા કેન્દ્રો ખાતે જરૂરી સંખ્યામાં પુરૂષ અને મહિલા કોન્સ્ટેબલ દ્વારા ૧૦૦ % ઉમેદવારોનું ફ્રેસ્કીંગ કરવાનું રહેશે તેમજ પરીક્ષા કેન્દ્રોની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઈલ , સ્માર્ટવોચ , કેમેરા , બ્લુટુથ કે અન્ય કોઈપણ પ્રકારનાં ઈલેકટ્રોનીક ગેજેટ પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જઈ શકશે નહીં . પરીક્ષા કેન્દ્ર ખાતે માત્ર ઉમેદવારનો પોતાનો ફોટો ઓળખપત્ર , કોલ લેટર ( હોલ ટિકીટ ) , પેન સાથે લઈ જઈ શકશે. ઉમેદવારો માટે ખાસ સુચના છે કે ૧૨:૦૦ વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં અને ૧૨:૧૦ પછી કોઈ ઉમેદવારને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહી. જેથી તેઓ સમયસર વર્ગખંડમાં પોતાની જગ્યા લે તે બાબતની વહીવટી તંત્ર તરફથી નમ્ર અપીલ કરવામાં આવી છે.
પરીક્ષા દિવસે બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારોને નિર્ધારીત સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે ગુજરાત રાજય પરિવહન નિગમ સાથે સંકલન કરીને પરીક્ષા કેન્દ્રોની યાદી પહોંચાડવામાં આવેલ છે અને એસ.ટી. તંત્ર ધ્વારા આ બાબતે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. પરીક્ષાના દિવસે સતત વિજ પુરવઠો જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેરશ્રી યુ.જી.વી.સી.એલ. દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા પરીક્ષાની તૈયારીઓ અને વ્યવસ્થા અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આમ બનાસકાંઠા વહીવટી તંત્ર આ પરીક્ષા યોગ્ય રીતે લેવાય તે બાબતે સંપુર્ણ સજજ છે. કલેકટરશ્રી એ સૌ પરીક્ષા આપનાર ઉમેદવા૨ોને શુભેચ્છાઓ પાઠવી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા અપીલ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગેરરીતિના કિસ્સામાં ત્રણ વર્ષની કેદ, એક લાખ રૂપિયાનો દંડ અને બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકાય
કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલે પ્રેસ કોંફરન્સમાં ભાર પૂર્વક જણાવ્યું કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિને ડામવા માટે ગુજરાત જાહેર પરીક્ષા ( ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક, ૨૦૨૩નો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ કાયદા અન્વયે ગેરરીતિ આચરનાર પરિક્ષાર્થીને ત્રણ વર્ષની મુદ્દત સુધીની કેદની શિક્ષા, એક લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ બે વર્ષ સુધી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહિની જોગવાઈઓ લાગુ પડે છે જેનું પાલન કરવામાં આવશે.