ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ પી.દોશી નાઓ દ્રારા ગેરકાયદેસર નાર્કોટીકસ ના
પદાર્થ,કેફી,ઔષધો,મનપ્રભાવી દ્રવ્યો,તથા એન.ડી.પી.એસ (ગાંજો,અફીણ,એમ.ડી) વિગેરેના ગેરકાયદેસર વેપાર,હેરાફેરી, વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ.
તેમજ આવા ગેરકાયદેસર વેપાર-વેચાણ-વહન અંગેના કેસો કરવા.તેમજ આવા ગે.કા વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ.
જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જી ના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.જાડેજા નાઓએ ખાનગી બાતમી મેળતા સાયલા તાલુકાના લીંબાડા ગામની પાટી તરીકે ઓળખાતી સીમમાં
--- પકડાયેલ આરોપી----
ડુંગરભાઈ રામભાઈ મેર જાતે. કોળી ઉ.વ.૭૦, વાળાને પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે
પોતાના કબ્જામાં સુકા ગાંજાનો જથ્થો વજન ૧૩ કિલો ૫૫૦ ગ્રામ કિ.રૂ. ૧,૩૫,૫૦૦ /- ના મુદામાલ સાથે
પકડી પાડી ધજાળા પો.સ્ટે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારી -
(૧) પો.ઈન્સ એસ.એમ જાડેજા
(૨) પો.સબ.ઈન્સ.એમ.બી.પઢીયાર
(૩) એ.એસ.આઈ ઘનશ્યાભાઈ મસીયાવા.
૪) એ.એસ.આઈ મગનભાઈ આલાભાઈ
(૫) એ.એસ.આઈ ડાયાભાઈ મોઘરીયા
(૬) એ.એસ.આઈ રવિભાઈ અલગોતર
(૭) પો.હે.કોન્સ જયરાજસિંહ ઝાલા
(૮)ડ્રા.હે.કો વિક્રમભાઈ બાવળીયા
(૯) ડ્રા.પો.કોન્સ બલભદ્રસિંહ રાણા
વિગેરે રોકાયા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.