મ્હે પોલીસ મહાનિરીક્ષક શ્રીઅશોક કુમાર યાદવ સાહેબ,રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા શ્રીપી.સી.સીંગરખીયા ઇન્યા.પોલીસ ઇન્સપેક્ટર,એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

ગઇ તારીખ,૦૨/૦૪/૨૦૨૩ના એસ.ઓ.જી.સ્ટાફના માણસો ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી.લગત કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ.શ્રી અશોકભાઈ રાણાભાઈ સવાણી તથા

પોલીસ હેડ કોન્સ જીવાભાઈ કરણાભાઈ ગોજીયા, જગદિશભાઈ વજીભાઈ કરમુરને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે મૌખીક રીતે ખાનગીરાહે સંયુક્તમાં બાતમી હકિક્ત મળેલ છે કે, હસીનાબેન વા.ઓફ કરીમશા શાહમદાર, ફકીર રહે.ઓખા મુંગા, હરિજન વાસ હાલ રહે.રાજકોટ મુકામે રહે છે અને અવારનવાર રાજકોટથી અહીં ઓખા ખાતે આવે છે અને રાજકોટથી ગેરકાયદેસર રીતે ગોજા જેવો માદક પદાર્થ લઈ આવીને પોતાના રહેણાંક મકાને રાખીને માદક પદાર્થ ગાંજાનું છૂટક વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી હકિક્ત મળેલ જે હકિક્ત આધારે કાયદેસરની કાર્યવાહી કરી હકિકતવાળી જગ્યાએ મજકુર બહેનના રહેણાંક મકાને રેઈડ કરતા મજકુર હસીનાબેન વાઓફ કરીમાં અબ્દુલા મારિયા શાપદાર), મુસ્લીમ ફકીર, ઉં.વ.૪૦ રહે.ઓખા, ભુંગા વિસ્તાર, હરિજન વાસે, હનુમાનજીના મંદિરની બાજુમાં તા પ્રારકા હાલ રહે.રાજકોટવાળીના કબ્જા ભોગવટા રહેણાંક મકાનેથી માદક પદાર્થ ગાંજો ૨ કીલો ૯૫૯ ગ્રામ કી.રૂ.૨૯૫૯૦- નો પકડી પાડી આરોપી બહેન વિરૂધ્ધ શ્રી જીવાભાઇ કરણાભાઇ ગોજીયા, પોલીસ હેડ કોન્સ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, દેવભૂમિ દ્વારકાનાઓએ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી) મુજબનો ફરિયાદ નોંધાવેલ છે જેની આગળની તપાસ મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ.શ્રી એમ.ડી.મકવાણા ચલાવે છે.

પકડાયેલ આરોપી

(૧) હસીનાબેન વા.ઓફ કરીમશા અબ્દુલશા શાટિયા(શાહમદાર), મુસ્લીમ ફકીર, ઉં.વ.૪૦ રહે.ઓખા, ભૂંગા વિસ્તાર, હરિજન વાસ,

હનુમાનજીના મંદિરની બાજુમાં તા દ્વારા હાલ રહે.રાજકોટ

કામગીરી કરનાર ટીમ -

(૧) શ્રી આર.બી.સોલંકી, સર્કલ પોલીસ ઇન્સપેકટર, દ્વારકા સર્કલ, દ્વારકા, (૨) શ્રી પી.સી.સીંગરખીયા પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા (૨) શ્રી અશોકભાઈ આર.સવાણી, એ.એસ.આઇ. એસ.બી.જી., દેવભૂમિ દ્વારકા (૩) શ્રી જીવાભાઈ કે.ગોજીયા, પોલીસ હેડ કોન્સ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા (૪) શ્રી જગદિશભાઈ વી.કરમુર, પોલીસ હેડ કોન્સ એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા

(૫) શ્રી નિર્મલભાઈ બી.આંબલીયા, પોલીસ હેડ કોન્સ, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા

(૬) શ્રી પ્રધ્યુમનસિંહ આર.જાડેજા, પોલીસ હેડ કોન્સ., ખોખા મરીન પોલીસ સ્ટેશન

(૭) શ્રી સંજયભાઇ વારોતરીયા, પોલીસ કોન્સ., એસ.ઓ.જી, દેવભુમિ દ્વારકા