મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા ઘણા સમયથી દીપડા દેખાવાની તેમજ મરઘાં અને કુતરાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ખેતરમાં દીપડો બિનદાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા જેથી આમચક ગામના સરપંચ હિતેશભાઈને જાણ કરાતા આમચક સરપંચ દ્વારા મહુવા વન વિભાગને જાણ કરી પાંજરુંમુકવાની રજુઆત કરી હતી જે રજુઆત આધારે મહુવા વન વિભાગ દ્વારા ત્વરિત આમચક મણિનગર ફળિયામાં રહેતા હેમંતભાઈ નાયકના ખેતર નજીક પાંજરું મૂક્યું હતું અને તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.તા.03.04.2023 ને સોમવાર ના રોજ વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરા નજીક આવ્યો હતો અને મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાઈ ગયો હતો.જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઇ ગયો હતો.પાંજરે પુરાયેલા દીપડા ની ત્રાડો સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલા દીપડાને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ત્યારબાદ ત્વરિત વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सावर्डेत चौपदरीकरणाच्या कामाला पोलीस बंदोबस्तात सुरूवात
चिपळूण : मुंबई-गोवा राष्ट्रीय महामार्ग चौपदरीकरणात सावर्डेत सिंगल पिलर पूल उभारण्याची मागणी मागे...
ट्रम्प की BRICS देशों पर टैरिफ लगाने की धमकी:कहा-डॉलर के अलावा दूसरी करेंसी में ट्रेड किया तो 100% ट्रैरिफ लगाउंगा; इसमें भारत भी शामिल
नवनिर्वाचित अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने शनिवार को सोशल मीडिया अकाउंट से पोस्ट करते हुए...
Squint is a common eye problem which can easily be traeated - Vasan Eye Care
November 15, 2024
Squint /strabismus or commonly known as ‘cross eyed’ is a condition...
ફતેપુરા તાલુકાના છાલોર ગામે સરપંચના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયું
ફતેપુરા તાલુકાના છાલોર ગામે સરપંચના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયું