ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સિઝનની અત્યાર સુધી ૭૫.૨૬ ટકા વિસ્તારમાં વાવણી થઈ.....
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉનાળુ સીઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ આ વર્ષે ઉનાળુ વાવેતર ની સીઝનના સમયે જ કમોસમી વરસાદથી ખેતીના પાકો એ વ્યાપક નુકસાન થયું છે તેમ છતાં ખેડૂત વર્ગ હિંમત હાર્યા વગર ઉનાળુ વાવેતર ના કામે લાગી જતા ઉત્તર ગુજરાત ના પાંચ જીલ્લામાં ઉનાળુ સિઝન નું અત્યાર સુધી ૭૫.૨૬ ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થયું છે. એક અંદાજ મુજબ બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ ૨.૯૫ લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ સીઝનમાં વાવેતર થતું હોય છે જેમાંથી અત્યાર સુધી ૨.૧૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે જેમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થયું છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ઉનાળુ સીઝનમાં ૩.૯૯ લાખ હેકટર જમીનમાં વાવેતર થવાનો કૃષિ વિભાગનો અંદાજ રહેલો છે જેમાં અત્યાર સુધી સાબરકાંઠામાં ૮૯.૬૫ બનાસકાંઠા ૭૨.૭૧ મહેસાણા ,૭૫.૪૦ અરવલ્લી ૫૯.૧૫ અને પાટણ જિલ્લામાં ૧૧૯ ટકા વાવેતર થયું છે જે સરેરાશ ની તુલના એ પણ સૌથી વધુ છે.
ચાલુ સિઝનની શરૂઆત થી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર ઉનાળું સિઝન દરમિયાન પણ હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદ ,વાવાઝોડું અને સતત વાતાવરણમાં બદલાવ આવશે તેવા સંકેતો આપ્યા છે ત્યારે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે માર્ચમાં સતત ત્રીજા માવઠા ની પણ આગાહી કરવામાં આવી છે જેથી ખેતીના પાકો પર વ્યાપક અસર થવાની શક્યતાઓ પણ રહેલી છે