ગાયત્રી પરિવાર દ્વારા અનેક યોગ, યજ્ઞ અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણ અને લોકોના સુખકારીના હિત માટે ગાયત્રી પરિવાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. અંબાજીમાં ગાયત્રી પરિવારનો આશ્રમ આવેલું છે.
ત્યાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો અને કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો સેવા સાથે ભાવિક કામગીરી કરતા હોય છે. ત્યારે અંબાજીમાં યોજાતા તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગાયત્રી પરિવાર દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે.
આ અનુષ્ઠાન શિબિર પ્રાતઃકાલ 3:45 કલાકે જાગરણથી રાત્રીના 9 કલાક સયન સુધીના ટાઈમ શિડ્યુલ મુજબ યોગ, ધ્યાન, આરતી, યજ્ઞ, પ્રવચન, સંગીત સંધ્યા, ગરબા વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
અંબાજી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શંકરલાલ પટેલ અને ડાહીબેન પટેલ દ્વારા શિબિરાર્થીઓને વન વિહાર, વનસ્પતિઓની ઓળખ, પ્રકૃતિ દર્શન, શાંતિ કુંજના વીડિયોઝ બતાવી ગુરુજીના લોકહિતના સાચા ઉદ્દેશ આપના જીવનમાં અમલીકરણ બાબતે સમજ આપવામાં આવી. સાથે સાથે સાધકોને વિનામૂલ્યે ઉતારા અને સાત્વિક ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરાઇ હતી.