મહુવા તાલુકામાં પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજન્મ દિવસની ઉજવણીની શોભાયાત્રા મહુવા તાલુકામાં ખુબજ ધામધૂમ પૂર્વક યોજવામાં આવી હતી.મહુવા ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં રથમાં સવાર શ્રી રામ,લક્ષ્મણ અને સીતા રૂપી પાત્રોના અભિનય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જ્યારે હનુમાનજી ના પાત્રએ લોકોના ઉત્સાહ માં વધારો કરી દીધો હતો.મહુવા ટાઉનમાં શોભાયાત્રા માં રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.મહુવા ટાઉનમાં શોભાયાત્રા નીકળતા આખું મહુવા ટાઉન ભક્તિમય વાતાવરણમાં લિન થયેલું જોવા મળ્યું હતું.તો સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.આ શોભાયાત્રા માં મહુવા પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.