ડીસા શહેરમાં આવેલ લાટી બજાર વિસ્તારમાં ફાયર સ્ટેશન પર ચીફ ઓફીસર અને પ્રમુખની સુચનાથી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં સ્ટોર શાખાના કર્મચારીઓને ફાયર અંગેની વિસ્તૃત માહિતી અપાઇ હતી.

આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર પંકજભાઇ બારોટ, ધનરાજભાઇ પરમાર,ભરતભાઇ પરમાર, નરેશભાઇ પરમાર, ઘેમરભાઇ ધુંખ, પ્રકાશભાઇ ઠાકોર, દુષ્યંતસિંહ જાદવ,મનુસિંહ સોલંકી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.