એસટી બસે અડફેટે લેતા સિહોરના વૃદ્ધાનું કરૂણ મોત લૌકિક કામ માટે ભાવનગર આવ્યા હતા, પરત ફરતી વખતે નડ્યો અકસ્માત, વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ સિહોરથી લૌકિક કામ માટે ભાવનગર આવેલા એક કુટુંબના સભ્યો લૌકિક કામ પતાવી સિહોર પરત થઈ રહ્યા હતા તે વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે એસટી બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સિહોરના 60 વર્ષિય વૃદ્ધાનું મોત થયું હતું જ્યારે અન્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, બનાવ અંગે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સિહોર ખાતે રહેતા રામજીભાઈ છગનભાઈ ડાભીએ વરતેજ પોલીસ મથકમાં જીજે-18-ઝેડ-5409 નંબરની પાલિતાણા લખેલી એસટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે તેઓ તેમના પત્નિ અને કુંટુંબના અન્ય સભ્યો રિક્ષામાં સિહોરથી ભાવનગર લૌકિક કામ માટે આવ્યા હ્તા અને સિહોર પરત ફરતી વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે ઉક્ત એસટી બસના ચાલકે તેમની રિક્ષાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા તેમના પત્નિ વસંતબેનને માથાના ભાગે જ્યારે રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજા થઈ હતી જેમને ઈમર્જન્સી 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના પત્નિ વસંતબેન રામજીભાઈ ડાભી (ઉ.વ. 60)નું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીંબડી કેળવણી મંડળ સંચાલિત બી.એ.કન્યા વિદ્યાલયના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
લીંબડી કેળવણી મંડળ સંચાલિત બી.એ.કન્યા વિદ્યાલયના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
Vinesh Phogat Disqualified: विनेश फोगाट के संन्यास लेने पर Mahavir Phogat ने दिया बड़ा बयान | AajTak
Vinesh Phogat Disqualified: विनेश फोगाट के संन्यास लेने पर Mahavir Phogat ने दिया बड़ा बयान | AajTak
भाजपा पार्टी के जिला महामंत्री का दिनदहाड़े हत्या।
भारतीय जनता पार्टीं के जिला महामंत्री की दिनदहाड़े गोली मारकर हत्या।
जौनपुर। जिले के...
मात्र 601 रुपये में 365 दिन के लिए अनलिमिटेड 5G डेटा, सिर्फ पूरी करनी है ये शर्त
Jio का कोई ऐसा वाउचर प्लान तलाश रहे हैं जिसमें अनलिमिटेड 5G डेटा मिलता हो। तो 601 रुपये में आपकी...
કપરાડા તાલુકાના કરજૂન ગામમાં ખેરમાળ ફળિયાની આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જરૂરિયાત મંદ બાળકોને જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવી
આજરોજ કપરાડા તાલુકાના કરજૂન ગામમાં ખેરમાળ ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જરૂરિયાત મંદ...