અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષના દાદાએ સ્કૂલની નવ વર્ષની બાળકીની લિફ્ટમાં એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી.
બાળકીએ પોતાના માતા-પિતાને આ અંગે જાણ કરતા છેડતી કરનાર દાદા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના આ દાદાની ધરપકડ કરી હતી.
ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા પરિવારની 9 વર્ષની દીકરી જે ધોરણ 4માં અભ્યાસ કરે છે, તે સ્કૂલેથી ઘરે પરત ફરી હતી અને લિફ્ટમાં 11માં માળે જઈ રહી હતી. તે સમયે લિફ્ટમાં તેની સાથે વૃદ્ધ પણ હતો. આ વૃદ્ધે બાળકીની એકલતાનો લાભ લઈ તેની સાથે અડપલાં કર્યા હતા. જે બાબતે બાળકીએ માતાને જાણ કરી હતી. ત્યાર બાદ બાળકીની માતાએ આ અંગે પરિવારને જાણ કરી લિફ્ટમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા તેમાં નરાધમની હરકતો કેદ થઈ હતી. જેથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ રાણા નામના આરોપી સામે પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.