LCB માંથી આવું છું તમે ગાડીના હપ્તા ભર્યા નથી 

મોણપરના મહિલા દુધ મંડળીના મંત્રી સર્વોત્તમ ડેરીએ લમ્પી વાયરસની રસી લેવા જતા હતા 

લોકલ ક્રાઈમબ્રાંચના નામે ફાઈનાન્સ કંપનીના લોકોએ બળજબરીથી કાર લૂંટી હોવાનો કિસ્સો બન્યો છે. સિહોરમાં લમ્પી વાયરસીની રસીના ડોઝ લેવા જઈ રહેલા દુધ ઉત્પાદક મંડળીના મંત્રીની ત્રણ શખ્સોએ પોતે લોકલ ક્રાઈમબ્રાંચમાં હોવાની ઓળખ આપી કાર ઉઠાવી ગયાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ છે. 

મોણપર ગામના મહિલા દુધ ઉત્પાદક મંડળીના મંત્રી રાયસંગભાઈ નાનુભાઈ પરમાર સર્વત્તિમ ડેરીએ લમ્પી વાયરસના રસીના ડોઝ લેવા જઈ રહ્યાં હતા ત્યારે ટાણા રોડ પર આવેલ જોડનાથ મહાદેવના મંદિર પાસે પહોંચતા એક શખ્સે બાઈકમાં આવી તેની કાર રોકાવી હું એલસીબીમાંથી આવું છું, તમે ગાડીના હપ્તા ભર્યા નથી તેમ કહી તેણ કારની ચાવીની માંગણી કરતા રાયસંગભાઈએ તેમને ફાઈનાન્સની ઓફિસે ગાડીની ચાવી આપવાનું કહેતા અન્ય બે શખ્સોને બોલાવી બળજબરીથી ગાડીની ચાવી ઝુંટવી કાર લઈને નાસી છુટ્યા હતા.