ધ્રાંગધ્રા લોક મેળામાં અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવીને રમકડા સ્ટોલવાળા પાસે પૈસાની ઉઘરાણી કરતા સીટી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. બાદમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાત્કાલિક આરોપી કિશન ભરવાડ નામના વ્યક્તિની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યુ હતું. શહેરમાં ફલકુ નદીના પટમા ભવ્ય લોકમેળો નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે. ત્યારે આજે ફલકુ નદીના પુલ ઉપર રમકડાના સ્ટોલવાળા વેપારીઓ પાસે જઈને કિશન ભરવાડ નામના વ્યક્તિએ રમકડાવાળા સ્ટોલ વેપારી પાસે જઈને રોફ જમાવીને પૈસાની ઉઘરાણી કરતા વેપારીઓ દ્વારા પૈસા દેવાની ના પાડતા ઢીકા પાટુનો માર માર્યો હતો.અને ભૂંડા બોલીને કહેલુ કે, પૈસા નહિ આપો તો જાનથી મારી નાખીશ અને બીજા માણસોને બોલાવીશ ત્યારે વેપારીઓ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.એસ.આઇ. સહિત પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક આરોપી કિશન ભરવાડ નામના વ્યક્તિની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ. અને સીટી પોલીસ સ્ટેશન લાવીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.