પાકિસ્તાનના ભારત ખાતેના ભૂતપૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે ભારત પર પરમાણુ બોંબ ફેંકવાની ધમકી આપી છે. અબ્દુલ બાસિત રશિયાની આડમાં ભારતને ધમકાવી રહ્યા છે. અબ્દુલ બાસિતે યૂ-ટ્યૂબ ચેનલ પર એ વાતના વિકલ્પ અંગે વાતચીત કરી રહ્યા હતા કે પાકિસ્તાન પણ રશિયાની જેમ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.
બાસિત યૂ-ટ્યૂબ વીડિયોમાં કહી રહ્યા છે કે ભારત તરફથી પણ આજકાલ ખૂબ સાહસિક નિવેદન આપવામાં આવી રહ્યા છે. એ આ નિવેદનો થકી પોતાની હિંમત દેખાડવાની કોશિશ કરી રહ્યું છે. આ નિવેદનમાં ભારત વારંવાર કહે છે કે એ ગિલગિટ-બાલ્ટીસ્તાન પર કબજો કરી લેશે, પીઓકેને પોતાની સરહદમાં ભેળવી દેશે. સાથે જ પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી રોકવાની ધમકી આપે છે.
બાસિતે એમ પણ કહ્યું હતું કે ભારત એ જાણી લે કે પાકિસ્તાન પણ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન નથી ઈચ્છતું કે બંને દેશો વચ્ચે મામલો અહીંયા સુધી પહોંચી જાય જ્યાં તેમની પાસે કોઈ વિકલ્પ બાકી રહ્યો હોય નહીં. અમે બિલકુલ નથી ઈચ્છતા કે પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા માટે આ હથિયારો(પરમાણુ બોંબ)નો પ્રયોગ કરવો પડે. આ હથિયાર તો ફક્ત પોતાની સુરક્ષા માટે છે. જો કોઈ પ્રયોગ થઈ જાય છે તો પછી બધુ બદલાઈ જશે. બાસિતનું માનીએ તો ભારત અને પાકિસ્તાનની સ્થિતિ સોવિયત સંઘ અને અમેરિકાથી ખૂબ અલગ છે. બંને દેશોની બોર્ડર એક છે. જો પરમાણુ હથિયાર કે પછી પરમાણુ હથિયારોનો પ્રયોગ થશે તો પછી બંને દેશો પર અસર પડશે. તેના પરિણામ ખૂબ વિનાશકારી હશે. બાસિતનું માનીએ તો પાકિસ્તાને હથિયારોમાં નિપુણતા હાંસલ કરી લીધી છે.
તેમના કહેવા મુજબ ભારત પણ એ હકીકત જાણે છે કે દેશના પરમાણુ હથિયાર કેટલાક ખતરનાક સાબિત થશે. જો એ દિવસ આવશે તો પાકિસ્તાનને પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો પડશે તો એ યોગ્ય રહેશે નહીં. અહીંયા નોંધવું રહ્યું કે, ખરેખર તો પાકિસ્તાનના રાજદૂતે કંગાળ એવા પોતાના દેશની ચિંતા કરવી જોઈએ.