નગરપાલિકા ખાતે બજેટ માટે બેઠક યોજાઈ: ડીસા નગરપાલિકાનું રૂપિયા 6.24 કરોડની પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર; શહેરમાં ફરીથી સીટી બસ સર્વિસ ચાલુ થશે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા નગરપાલિકા દ્વારા બજેટ બેઠકમાં શહેરમાં ફરીથી સીટી બસ શરૂ સર્વિસ શરૂ કરવા દરખાસ્ત કરાઈ હતી. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો સર્વે કરી સીટી બસ સર્વિસ શરૂ કરવામાં આવશે. જેનો ડીસા શહેર તથા આજૂબાજૂની 15 કિલોમીટર સુધીની જનતાને લાભ મળશે. આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં પ્રથમ વખત ટીપી સ્કીમ લાગુ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ટીપી સ્કીમ લાગુ થતા શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. તેમજ આ નગર રચના અંતર્ગત લોકોને અદ્યતન સુવિધાઓ મળશે. આ સિવાય ડીસા શહેરમાં પાલિકા દ્વારા અધ્યતન સગવડો ધરાવતો ટાઉનહોલ બનાવવાનું પણ નગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ સર્વ સભ્યોની સંમતિથી પાલિકાનું વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી કામોવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને શહેરીજનોને ખૂબજ અગત્યની એવી સીટી બસ સર્વિસનો પણ લાભ મળશે.
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા અમૃત 3.0 યોજનામાં ડીસા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસાના ચીફ ઓફિસર પંકજ બારોટના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ અંતર્ગત નગરપાલિકાને નલ સે જલ, સ્વચ્છ ભારત મિશન તેમજ પાણી પુરવઠા એમ ત્રણ પ્રકારના પ્રોજેક્ટ માટે દર વર્ષે રૂપિયા 20 કરોડની એટલે કે પાંચ વર્ષમાં રૂપિયા 100 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.