રાજુલા પોલીસ સ્ટેશન જી.અમરેલી રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૩,૪૦૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ ગુનાની વિગત મહે.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાજુલા પોલીસ ટીમે રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ -૦૬ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૩,૪૦૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) ઓઘડભાઇ કાનજીભાઇ મકવાણા ( ૨ ) અલ્પેશભાઇ રમઝાનભાઇ ડોસાણી રહે.મહુવા ( ૩ ) સંજયભાઇ હરીભાઇ બારૈયા ( ૪ ) બરકતશા અલારખશા કનોજીયા ( ૫ ) મનુભાઇ પરશોતમભાઇ મકવાણા ( ૬ ) હિંમતભાઇ પોપટભાઇ મકવાણા રહે.તમામ રાજુલા જિ.અમરેલી. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી