અમદાવાદના રાણીપ ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં તા. ૨૧/૦૩/૨૦૨૪ ના રોજ નિરંકર એક્ઝિબિશન એન્ડ ફેશન શો મેકઅપ ક્લબ એસોસિયશન ઇન્ડીયા દ્વારા આયોજીત બ્રાઇડલ એન્ડ ફેશન શો દરમિયાન ડીસા તાલુકાના વાસણા (સંતોષી ગોળીયા) ગામના વતની શંકરજી પુનમાજી માળીની પુત્રવધુ શશીકલા અમૃતભાઇ માળીને બોલિવૂડ અભિનેત્રી અમીશા પટેલના હસ્તે સર્ટીફીકેટ ઓફ એક્સેલન્સ આપીને સન્માનિત કરાઇ હતી.

ત્યારે આ વ્યક્તિ નાની ઉંમરથી જ કંઇક નવું સર્જન કરવાની ઉમ્મીદ ધરાવતી હોઇ શશીકલા માળી પોતે પોતાના પગભર થવા માટે તા. ૦૧/૦૫/૨૦૧૪ થી સીવણ ક્લાસની શરૂઆત કરી હતી.જેમાં ૨૫ બહેનોને તાલીમ આપવાની સાથે ધીરે ધીરે આગળ વધતાં સીવણ ક્લાસ ચાલુ કરી ૨૦૧૬ માં બ્યુટી પાર્લરની તાલીમ લીધા બાદ ડીસા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં જેવા કે માલગઢ ગામના અલગ-અલગ દરેક જગ્યાએ અને

બાઇવાડા, વાસણા ગોળીયા, ટેટોડા, ભીલડી, કાંટ, વડલી ફાર્મ અને ડીસા શહેરના પણ અલગ-અલગ સોસાયટીઓ, ગવાડી, ભોપાનગર, વેલુનગર અને ચૌધરી પેટ્રોલ પંપ પાસે પણ બહેનોને સીવણ ક્લાસ મહેંદી કલાસ અને બ્યુટી પાર્લરના અને ફેશન ડીઝાઇનરના 3 માસના કોર્ષો કરાવી પગભર થવા માટે સરદાર જન કલ્યાણ મહીલા વિકાસ ટ્રસ્ટમાં ૨૦૧૮ થી સરકારની યોજનાઓમાં તાલીમ આપવાનો કાર્ય શરૂ કર્યું હતું અને બહેનો પોતે પગભર થઇ રોજગારી મેળવતી થઇ ગઇ હતી અને હાલ ડીસા ખાતે પોતાનો દ્રષ્ટિ ફાઉન્ડેશન નામનો એન.જી.ઓ.લઇ બનાસકાંઠાની બહેનોને અલગ-અલગ તાલીમો આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. 

અગાઉ પણ કોમ્પ્યુટર ક્લાસની શરૂઆત કરી વાસણા ગોળીયા શાળાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કોર્ષ સી.સી.સી., ટેલી જેવા કોર્ષની તાલીમ પણ આપી હતી અને હાલ પોતે બ્યુટી પાર્લર પણ ચલાવે છે અને સી.એસ.સી. પર ઓનલાઇન ફોર્મ ભરવાનું પણ શરૂ કર્યું છે અને બજાજ એલિયન્ઝ લાઇફ વીમા કંપનીમાં કોડ ધરાવે છે અને દ્રષ્ટિ ફાઉન્ડેશન સરકાર માન્ય સર્ટી તાલીમાર્થીઓને આપવામાં આવે છે.